નરેન્દ્ર મોદીના આગમનથી વારાણસીની ચૂંટણી બની હિન્દુ V/S મુસ્લિમ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

વારાણસી, 8 મે: બનારસમાં રેલીની સાથે ગંગ આરતી અને પૂજનમાં સામેલ થવા માટે નરેન્દ્ર મોદીને જિલ્લા વહિવટી તંત્રએ પરવાનગી આપી દિધી છે. પરંતુ નરેન્દ્ર મોદીએ ગુરૂવારે પૂજનમાં ભાગ લીધો લેશે નહી, પરંતુ વિરોધી દળ ફરી એકવાર મુસલમાનોને ઉશ્કેરવાનું કામ શરૂ કરી દેશે. જી હાં બધુ બનારસની તે જંગનો ભાગ જે હવે હિન્દુ બનામ મુસલમાન બની ચૂક્યો છે.

જી હાં ગ્રાઉંડ જીરો પર ઉભા રહેલા લોકોની વાતોની આ જંગ હિન્દુ વર્સીસ મુસલમાન જોવા મળી રહી છે. સિરસાના કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, સીડીએલ યૂનિવર્સિટીના ડાયરેક્ટર વિરેન્દ્ર સિંહ ચૌહાણ જેમણે ગ્રાઉન્ડ જીરો પર જઇને વારાણસીને નજીકથી જઇને જોયું છે, તેમણે વનઇન્ડિયાની સાથે પોતાનો અનુભવ શેર કર્યો. તેમનો અનુભવ બનારસની ફિઝાને વ્યક્ત કરવા માટે પુરતો છે.

શું થયું જ્યારે બનારસની ગલીઓમાં પહોંચ્યા

શું થયું જ્યારે બનારસની ગલીઓમાં પહોંચ્યા

કાશી વિશ્વનાથ મંદિરની પાસે સ્થિત માર્કેટના વેપારીઓ અને અહીં આવનાર શ્રદ્ધાળુ સાથે વાત કરી તો મોટાભાગનાએ નરેન્દ્ર મોદીના નામ પર પોતાની મોહર લગાવી, પરંતુ એક યુવકની વાત ચોંકાવનારી હતી. કાશે વિદ્યાપીઠના વિદ્યાર્થીએ કહ્યું હતું કે 'આ લડાઇ નરેન્દ્ર મોદી વર્સીસ અજય રાય કે નરેન્દ્ર મોદી વર્સીસ અરવિંદ કેજરીવાલ નથી. આ લડાઇ હિન્દુ વર્સીસ મુસલમાન છે. જો નરેન્દ્ર મોદી હારી ગયા તો તેનો અર્થ હિન્દુ હારી ગયા.'' વિરોધી પક્ષ હિન્દુઓ પાસે મુરલી મનોહર જોશીની નિષ્ફળતાઓની ચર્ચા કરી રહ્યાં છે, તો મુસલમાન મતદારોને એમ કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદી બહારથી આવ્યા છે અને ચૂંટણી બાદ બનારસની સીટ છોડી દેશે.

શંકાને ખાતરીમાં પરિવર્તિત કરી કેજરીવાલે

શંકાને ખાતરીમાં પરિવર્તિત કરી કેજરીવાલે

હિન્દુ વર્સીસ મુસલમાનની જંગને પહેલાં શંકાની નજરે જોવામાં આવી રહી હતી. એવું લાગી રહ્યું હતું કે આ બધુ બકવાસ છે, પરંતુ અરવિંદ કેજરીવાલે તેને ખાતરીમાં પરિવર્તિત કરી દિધી છે. અરવિંદ કેજરીવાલે વારાણસીની ગલીઓમાં રોડ શો કર્યા, જેમાં મોટાભાગે મુસ્લિમ વર્ચસ્વ ધરાવતા વિસ્તારોમાં કર્યા. સાથે જ અરવિંદ કેજરીવાલનો જમાત-એ-ઇસ્લામી હિંદનો હાથ જાલવો આ વાતને કનફર્મ કરે છે. જમાતના ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ મૌલાના સૌયદ જલાલુદ્દિન ઉમરીએ સમર્થન કર્યું છે.

ગુજરાત રમખાણોની વાત કરી રહ્યાં છે વિરોધીઓ

ગુજરાત રમખાણોની વાત કરી રહ્યાં છે વિરોધીઓ

બનારસની ગલીઓમાં પ્રચાર કરી રહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તા ગલી-ગલીમાં જઇને ગુજરાત રમખાણોની ચર્ચા કરી રહ્યાં છે, જેથી મુસ્લિમ વોટ કપાઇ જાય. વિરોધીઓ વારંવાર જનતા વચ્ચે એ સંદેશ આપી રહ્યાં છે કે નરેન્દ્ર મોદી જીત્યા બાદ બનારસની સીટ છોડી દેશે અને તેના પર ફરીથી મુરલી મનોહર જોશીને ઉભા કરી દેશે, તે મુરલી મનોહર જોશી જે પૂર વખતે મેદાન છોડીને જતા રહ્યાં હતા.

વારાણસીમાં મોદી લહેર

વારાણસીમાં મોદી લહેર

જો લહેરની વાત કરીએ તો વારાણસીના વરિષ્ઠ પત્રકાર સૌરભ કપૂરનું કહેવું છે કે બનારસમાં લહેર તો નિશ્વિતપણે નરેન્દ્ર મોદીની છે, અરવિંદ કેજરીવાલ અને અજય રાય બંને જીતી નહી શકે, કારણ કે બનારસના લોકોમાં આ વાત ફીટ થઇ ગઇ છે કે તે દેશના વડાપ્રધાન બનવા જઇ રહ્યાં છે.

English summary
BJP's PM candidate Narendra Modi will hold rally in Varanasi on Thursday. Before that important equation coming out is the war between Hindu and Muslims.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X