For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Varun Gandhi : પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી બગડી અખિલેશની ઉંઘ? બદલાયા રાજકીય ગણીત

UP Politics Latest Update : ભારતીય જનતા પાર્ટીના સાંસદ વરૂણ ગાંધીના રાજકીય ભવિષ્યને લઈને વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. આ મામલે પ્રિયંકા ગાંધીની એન્ટ્રીને કારણે અખિલેશ યાદવનો બગડતો જણાઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

Varun Gandhi : હાલ રાજકારણમાં સૌથી ચર્ચાસ્પદ માણસ વરૂણ ગાંધી છે. વરૂણ ગાંધીના રાજનૈતિક ભવિષ્યને લઇને ઘણી અફવા અને ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં એવી અફવા હતી કે, વરૂણ ગાંધી ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઇ શકે છે.

જે વચ્ચે એવી પણ અફવાએ જોર પકડ્યું હતું કે, તેઓ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીમાં જોડાઇ શકે છે. આ અંગે વરૂણ ગાંધી તરફથી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે, 2024ની લોકસભા ચૂંટણી પહેલા ઘણી સંભાવનાઓ બની રહી છે.

રાહુલ ગાંધીના ઇન્કાર બાદ પ્રિયંકા ગાંધીની એન્ટ્રી

રાહુલ ગાંધીના ઇન્કાર બાદ પ્રિયંકા ગાંધીની એન્ટ્રી

રાહુલ ગાંધીએ વરૂણ ગાંધીની અલગ વિચારધારા હોવાનું કહીને કોંગ્રેસમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતું, પરંતુ હવે પાર્ટીનામહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ મામલે એન્ટ્રી કરી છે.

ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વરૂણ અને પ્રિયંકા ગાંધીશરૂઆતથી જ એકબીજાની નજીક છે, પરંતુ હવે બંને વચ્ચે રાજકીય બાબતોની ચર્ચા થઈ રહી છે. બંનેએ રાજકીય પરિસ્થિતિને લઈનેએકબીજા સાથે પોતાના મંતવ્યો શેર કરવાનું શરૂ કરી દીધું છે.

વરૂણ ગાંધી સમાજવાદી પાર્ટીમાં જોડાય તેવી ચર્ચા

વરૂણ ગાંધી સમાજવાદી પાર્ટીમાં જોડાય તેવી ચર્ચા

આ સાથે વરૂણ ગાંધી સમાજવાદી પાર્ટીમાં સામેલ થવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. કારણ કે, વરૂણ ગાંધીએ હાલમાં જ સપા પ્રમુખઅખિલેશ યાદવના વખાણ કર્યા હતા. આ સિવાય જ્યારે શિવપાલ યાદવને હાલમાં જ વરૂણ ગાંધી વિશે સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેમણેકહ્યું હતું કે, જે કોઈ ભ્રષ્ટ ભાજપ સરકારને હટાવવા આવવા માંગે છે તેનું સ્વાગત છે.

પ્રિયંકા ગાંધીની એન્ટ્રીએ અખિલેશ યાદવનો ખેલ બગાડ્યો?

પ્રિયંકા ગાંધીની એન્ટ્રીએ અખિલેશ યાદવનો ખેલ બગાડ્યો?

આ રાજકીય રમતમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવની રમત બગડતી જોવા મળી રહીછે. જો વરૂણ અને પ્રિયંકા વચ્ચે વાત થાય છે, તો તે કોંગ્રેસમાં જોડાઈ શકે છે અને સમાજવાદી પાર્ટીની દાવ નિષ્ફળ થઇ શકે છે. જોકે,હાલમાં કંઈપણ સત્તાવાર નથી અને બધું 'વેઇટ એન્ડ વોચ' સ્થિતિમાં છે.

વરૂણ ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહાર

વરૂણ ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહાર

વરૂણ ગાંધી લાંબા સમયથી પોતાની જ પાર્ટી વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે અને સતત અનેક મુદ્દાઓ પર નિશાન સાધી રહ્યા છે. છેલ્લાકેટલાક મહિનામાં વરૂણ ગાંધીએ મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો છે અને સરકારના કામ પર સવાલ ઉઠાવ્યા છે. જોકેતેમ છતાં તેમણે ભારતીય જનતા પાર્ટીના કોઈપણ નેતા પર નિશાન સાધ્યું નથી.

English summary
Varun Gandhi : Changed UP political calculus Priyanka Gandhi's entry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X