For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો: હવે મુસ્લિમ મતદાતાઓ માટે વરુણ ગાંધીએ આ વાત કહી

ઉત્તરપ્રદેશની પીલીભીતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વરુણ ગાંધીએ રવિવારે એક જનસભા સંબોધિત કરી, પરંતુ તેમની રેલીમાં તેઓ પોતાની માતા મેનકા ગાંધી કરતા અલગ ભાષણ આપતા જોવા મળ્યા.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશની પીલીભીતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વરુણ ગાંધીએ રવિવારે એક જનસભા સંબોધિત કરી, પરંતુ તેમની રેલીમાં તેઓ પોતાની માતા મેનકા ગાંધી કરતા અલગ ભાષણ આપતા જોવા મળ્યા. વરુણ ગાંધીએ સભાને સંબોધન આપતા કહ્યું કે હું ફક્ત એક જ વાત મારા મુસ્લિમ મતદાતાઓને કહેવા માંગુ છું કે, જો તમે મને વોટ આપ્યો તો મને ખુબ જ સારું લાગશે. જો તમે મને વોટ નહીં પણ આપ્યો તો પણ તમે મારી પાસેં કામ કરાવી લેજો, તેમાં કોઈ જ વાંધો નથી.

Varun Gandhi

આપને જણાવી દઈએ કે આ પહેલા યુપીની સુલતાનપુર સીટથી ભાજપા ઉમેદવાર વરુણ ગાંધીની માતા મેનકા ગાંધીના નિવેદન પર વિવાદ ઉભો થયો હતો. ખરેખર આ સભામાં મેનકા ગાંધીએ લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે હું જીતી રહી છું, લોકોની મદદ અને પ્રેમથી જીતી રહી છું. પરંતુ મારી જીત મુસલમાનો વગર થઇ તો મને સારું નહીં લાગે કારણકે પછી મનમાં ખટાશ આવી જાય છે. પછી જયારે કોઈ મુસલમાન કામ માટે આવે છે ત્યારે મનમાં વિચાર આવે છે કે રહેવા દો, કોઈ જ ફરક નથી પડતો.

મેનકા ગાંધીના આવા નિવેદન પછી ચૂંટણી પંચે તેમના પર 48 કલાકનો પ્રચાર પ્રતિબંધ લગાવ્યો હતો પરંતુ હવે તેમના દીકરા વરુણ ગાંધી ઘ્વારા જે વાત જણાવવામાં આવી છે તેમની માતા કરતા બિલકુલ અલગ છે. વરુણ ગાંધીએ પોતાની રેલીમાં બીજા પણ ઘણા મુદ્દાઓ પર વાત કરીને પોતાની પક્ષ રાખ્યો. આપને જણાવી દઈએ કે વર્ષ 2014 લોકસભા ચૂંટણીમાં ભાજપાએ પીલીભીત સીટથી મેનકા ગાંધીને મેદાનમાં ઉતાર્યા હતા, જયારે વરુણ ગાંધીને સુલતાનપુર સીટથી ઉતાર્યા હતા. પરંતુ આ વખતે ભાજપે તેનાથી અલગ વરુણ ગાંધીને પીલીભીતથી ઉમેદવાર બનાવ્યા છે અને મેનકા ગાંધીને સુલ્તાનપુરથી ઉમેદવાર બનાવ્યા છે.

આ પણ વાંચો: રાહુલ કહેશે તો ખુશીથી વારાણસીથી ચૂંટણી લડીશ: પ્રિયંકા ગાંધી

English summary
Varun Gandhi with Muslim voters even if did not vote me then also i will work for you
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X