Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Coronavirus સામેની જંગમાં મદદ માટે વધુ એક ઉદ્યોગપતિ આગળ આવ્યા, અનિલ અગ્રવાલ આપશે 100 કરોડ

Coronavirus સામેની જંગમાં મદદ માટે વધુ એક ઉદ્યોગપતિ આગળ આવ્યા, અનિલ અગ્રવાલ આપશે 100 કરોડ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂચન પર રવિવારે આખો દેશ જનતા કર્ફ્યૂના સમર્થનમાં ઉતરી ગયો છે. કોરોનાવાઈરસ સામેની લડાઈ માટે કાલે આખા દેશમાં સવારે 7 વાગ્યાથી લઈ લોકો રાતના 9 વાગ્યા સુધી ઘરેથી બનહાર નહિ આવે, દેશભરમાં કોરોનાવાઈરસના મામલામાં તેજી આવી છે, પરંતુ 24 કલાકમાં 50થી વધુ નવા દર્દીઓ આવ્યા છે અને ત્રણના મોત થયા છે, જેની સાથે જ દેશમાં આ બીમારીથી મરનારાઓની સંખ્યા 7 પર પહોંચી ગઈ છે.

કોરોનાવાઈરસના કારણે 31 માર્ચ સુધી લૉકડાઉન

કોરોનાવાઈરસના કારણે 31 માર્ચ સુધી લૉકડાઉન

દિલ્હી, રાજસ્થાન, બિહાર, પંજાબ, ઉત્તરાખંડ, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશમાં કોરોનાવાઈરસના કારણે 31 માર્ચ સુધી લૉકડાઉન છે, આ ઉપરાંત ઉત્તર પ્રદેશા 16 જિલ્લાને પણ 25 માર્ચ સુધી લૉકડાઉન કરવામાં આવ્યા છે.

કોરોના સાથેની જંગમાં મદદ માટે આગળ આવ્યા કેટલાય વેપારી

કોરોના સાથેની જંગમાં મદદ માટે આગળ આવ્યા કેટલાય વેપારી

દેશમાં કોરોનાવાઈરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, એવામાં બિઝનેસ અને ઉદ્યોગ જગત આ બીમારીથી નિપટવામાં મદદ માટે આગળ આવ્યા છે, જેની શરૂઆત પણ થઈ ગઈ છે, આનંદ મહિન્દ્રાની ઘોષણા બાદ હવે વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ અને પેટીએમના સંસ્થાપક વિજય શેખર શર્માએ પણ મદદનું એલાન કર્યું છે.

100 કરોડ આપવાનું વચન આપી રહ્યો છુંઃ અનિલ અગ્રવાલ

અનિલ અગ્રવાલે આ વિશે એક ટ્વીટ કર્યું છે, જેમમાં તેમણે લખ્યું કે હું આ મહામારી સાથેની લડાઈ માટે 100 કરોડ આપવાનું વચન આપી રહ્યો છું, આપણે દેશની જરૂરત માટે વચન અંતર્ગત આ કરી રહ્યા છીએ, આ એવો સમય છે જ્યારે દેશને આપણી સૌથી વધુ જરરૂરત છે, ઘણા લોકો ભવિષ્યને લઈ અનિશ્ચિત છે અને હું ખાસકરીને દરરોજની કમાણી પર નિર્ભર છે તેવા લોકો માટે ચિંતિત છું, અમે અમારા તરફથી મદદની પૂરી કોશિશ કરશું.

આનંદ મહિન્દ્રાએ પણ મદદનું એલાન કર્યું

કોરોનાના કેસ આગળ હજી પણ વધે તેવી આશંકાને ધ્યાનમાં રાખી આનંદ મહિન્ત્રા એવા પહેલા ઉદ્યોગપતિના રૂમાં સામે આવ્યા હતા જેમણે મદદ રજૂ કરી છે. મહિન્દ્રાએ દર્દીઓ માટે પોતાના રિસૉર્ટ્સ આપવાની સાથોસાથ પોતાનો આખો પગાર દઈ મૉનિટરી મદદની વાત કહી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X