For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવરકરે હંમેશા તોડવાની કોશિશ કરી, ભાજપ-આરએસએસ પણ એ જ કરી રહ્યુ છેઃ જયરામ રમેશ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યુ કે સાવરકરે હંમેશા ભારતને ટૂકડામાં તોડવાની કોશિશ કરી અને ભાજપ-આરએસએસ પણ એ જ કરી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

વિનાયક દામોદર સાવરકરને લઈને આરોપ-પ્રત્યારોપનો દોર સતત ચાલુ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યુ કે સાવરકરે હંમેશા ભારતને ટૂકડામાં તોડવાની કોશિશ કરી અને ભાજપ-આરએસએસ પણ એ જ કરી રહ્યુ છે. અમે ભારતને એક કરવાની કોશિશ કરી રહ્યા છે. ગુરુવારે મધ્યપ્રદેશના ખરગાંવાં એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જયરામ રમેશે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પર આ ટિપ્પણી કરી હતી. કોંગ્રેસના જનઆંદોલનનુ મહત્વ સમજાવતા જયરામ રમેશે કહ્યુ કે, 'આર્થિક પડકારો, સમાજના ધ્રુવીકરણ અને રાજકારણમાં સરમુખત્યારશાહીને કારણે દેશ તૂટી રહ્યો છે. તેથી જ અમે ભારત જોડો યાત્રા કાઢી છે.'

jairam ramesh

જયરામ રમેશે ફરી પુનરોચ્ચાર કર્યો કે 'સાવરકરનુ ચેપ્ટર બંધ થઈ ગયુ છે. જો ભાજપ તેમના નેતાઓ વિશે જૂઠુ બોલવાનું બંધ કરે તો તેઓ પણ તેમના નેતાઓ વિશે સાચુ નહિ કહે. વાસ્તવમાં, સાવરકર પર રાહુલ ગાંધીની ટિપ્પણી બાદ ફરીથી રાજકારણ ગરમાયુ છે. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની રેલીમાં કહ્યુ હતુ કે, 'સાવરકરે અંગ્રેજોની મદદ કરી હતી અને તેમની માફી માંગી લીધી હતી.' સાવરકર પર રાહુલ ગાંધીની ટિપ્પણી બાદ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેનાના નેતા સંજય રાઉત પણ ગુસ્સે થયા હતા. સંજય રાઉતે કહ્યુ હતુ કે હિન્દુ મહાસભાના નેતા પર કોંગ્રેસના હુમલાઓ મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી(MVA) ગઠબંધનને અસર કરી શકે છે.

અગાઉની પ્રેસ કૉન્ફન્સમાં જયરામ રમેશે કોંગ્રેસના નેતાઓ વિશે જુઠ્ઠાણા ફેલાવવા બદલ ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે જે દિવસે ભાજપ અને આરએસએસના લોકો અમારા નેતાઓ વિશે જૂઠ ફેલાવવાનું બંધ કરી દેશે તે દિવસે તેઓ ભાજપ નેતાઓ વિશે સત્ય જણાવવાનુ બંધ કરી દેશે. જયરામ રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દક્ષિણ ભારતીય રાજ્યોના તાજેતરના પ્રવાસની પણ ટીકા કરતા કહ્યુ, 'ભારત જોડો યાત્રાની એક અસર એ છે કે ભાજપ ભારત જોડો યાત્રાના રૂટને જોઈને પોતાનો કાર્યક્રમ બનાવે છે. પીએમ મોદીએ પોતે ભારત જોડો યાત્રાના પગલે ચાલીને દક્ષિણ ભારતના ચાર રાજ્યોનો પ્રવાસ કર્યો. પરંતુ તેમણે અમુક જગ્યાએ ફોટા પડાવ્યા અને ત્યાંથી નીકળી ગયા. તમને જણાવી દઈએ કે 11 નવેમ્બરના રોજ, પીએમ મોદીએ દક્ષિણ ભારતમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાની મુલાકાત લીધી હતી. એ વખતે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા તેલંગાણાથી મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહી હતી. જયરામ રમેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધીને કહ્યુ હતુ કે, 'નરેન્દ્ર મોદી કહે છે કે તેમણે ખુદ ગુજરાતનુ નિર્માણ કર્યુ. શું આ તેમના અહંકારનુ પ્રતિબિંબ નથી? હું એ કહાનીકારને સલામ કરુ છુ જે કહે છે કે તેણે ગુજરાતને ખુદ બનાવ્યુ. પરંતુ જો તે વિચારતા હોય કે તે એકમાત્ર ધર્મનિષ્ઠ હિંદુ છે, તો હું તેમની આકરી ટીકા કરીશ.'

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે શાસક પક્ષની 'રાજકીય સરમુખત્યારશાહી' તેમજ આર્થિક અસમાનતા અને સામાજિક ધ્રુવીકરણને કારણે ભારત તૂટી રહ્યુ છે. જયરામ રમેશે ખંડવાની કવયિત્રી સુભદ્રા કુમારી ચૌહાણની પ્રખ્યાત કવિતા 'ખૂબ લડી મર્દાની, વો તો ઝાંસી વાલી રાની થી' ટાંકીને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પર પણ નિશાન સાધ્યુ હતુ. સ્વાતંત્ર્ય સેનાની રાણી લક્ષ્મી બાઈ પર કેન્દ્રિત આ કવિતામાં તત્કાલીન સિંધિયા શાસકોને 'અંગ્રેજોના મિત્ર' તરીકે સંબોધવામાં આવ્યા છે. તેમણે કહ્યુ, 'હું તમને જણાવી દઉ કે ખંડવાની રહેવાસી સુભદ્રા કુમારી ચૌહાણની કવિતા 'ખૂબ લડી મર્દાની, વો તો ઝાંસી વાલી રાની થી'માં સિંધિયા વિશે ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.' જયરામ રમેશને પૂછવામાં આવ્યુ હતુ કે શું રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રાને કારણે કોંગ્રેસ માર્ચ 2020માં ગુમાવેલી સત્તા પાછી મેળવી શકશે જે સિંધિયાના આશ્રય હેઠળ કોંગ્રેસના 22 બળવાખોર ધારાસભ્યોના ભાજપમાં સામેલ થવાથી માર્ચ 2020માં છીનવાઈ ગઈ હતી. તેમણે જવાબ આપ્યો કે, 'આ ચૂંટણી જીતો કે ચૂંટણી જીતાડો યાત્રા નથી.'

English summary
Veer Savarkar always tried to break India, BJP-RSS is doing the same says Congress Jairam Ramesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X