વેંકૈયા નાયડૂ બન્યા ભારતના નવા ઉપ રાષ્ટ્રપતિ, 516 મતોથી મળી જીત

Posted By:
Subscribe to Oneindia News

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પરિણામે આવી ચૂક્યા છે. જે મુજબ વેંકૈયા નાયડૂ ભારતના નવા ઉપ રાષ્ટ્રપતિ બન્યા છે. વેંકૈયા નાયડૂ ભારે મતોથી આ જીત મેળવી છે. વેંકૈયા નાયડુને કુલ વોટ 785માંથી 516 મત મળ્યા છે જ્યારે યુપીએના ઉમેદવારને ગોપાલકિષ્ણાને 244 મતોથી હાર મળી છે. વેંકૈયા નાયડુની જીત પછી ભાજપના તમામ મોટા નેતાઓ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. સાથે જ વેંકૈયા નાયડુના પરિવારે પણ તેમની આ જીત માટે ખુશી વ્યક્ત કરી છે.

Venkaiah naidu

વેંકૈયા નાયડૂની જીત તેમને શુભેચ્છા પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે મને વિશ્વાસ છે કે વેંકૈયા નાયડુ રાષ્ટ્ર નિર્માણના ધ્યેય માટે પ્રતિબદ્ધ એક મહેનતું અને સમર્પિત ઉપ રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રની સેવા કરશે. આ સાથે જ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સમેત અનેક નેતાઓએ તેમને શુભકામના પાઠવી હતી. આંધ્ર પ્રદેશમાં વેંકૈયાના ગામમાં પણ તેમના પરિવારજનોએ મીઠાઇ વેંચી ખુશી વ્યક્ત કરી હતી. તો પોતાની જીત પછી વેંકૈયા નાયડૂએ તેમને આપનાર તમામ લોકોનો આભાર માન્યો હતો. અને જણાવ્યું હતું કે તેમને આ જે પદ મળ્યું છે તેની ગરિમા તે પૂરી નિષ્ઠા સાથે નીભાવશે. 

English summary
BJP candidate Venkaiah naidu became the new Vice president of India. Read more news on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.