ભગવંત માને આપી ભેટ, જલંધરમાં વેરકા પ્લાન્ટનું કર્યું ઉદ્ધાટન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સોમવારના રોજ જલંધર સ્થિત વેરકા પ્લાન્ટમાં કરોડોના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ધઘાટન કર્યું હતું. 84 કોરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવા પ્લાન્ટનું ઉદ્ધાઘટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દિલ્હી અને હિમાચલ સુધી વેરકાને પહોંચાડશે. વેરકાને પંજાબનો કમાઉ પુત્ર બનાવશે.
પંજાબના મુખ્યમંત્રી ભાગવંત માને જણાવ્યું હતું કે, વેરકા પ્લાન્ટમાં 1.25 લાખ દૂધ આવશે. ત્યાંથી 50 મેટ્રિક ટન દહીં, 75 હજાર દહીંની લસ્સી બનશે. 1.25 લાખ આવશે, પણ તેનાથી 2.25 લાખ મળશે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જલંધરના વેરકા પ્લાન્ટમાં સ્વ-સંચાલિત આથો ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્લાન્ટમાં દરરોજ 1.25 લાખ લીટર દૂધ પ્રોસેસ કરવામાં આવશે. આ દરમિયાન મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે, અમારી સરકાર આનુષંગિક વ્યવસાય દ્વારા ખેડૂતોની આવક વધારવાનો પ્રયાસ કરી રહી છે. અમે વેરકા દ્વારા પંજાબના ઉત્પાદનોને વિશ્વભરમાં મોકલવા માટે રોડમેપ તૈયાર કરી રહ્યા છીએ.
સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, પંજાબની લોનમાંથી 36 હજાર કરોડ રૂપિયા રાઈટ ઓફ કરવામાં આવ્યા છે. પંજાબની શાળાઓને ઉત્તમ બનાવવામાં આવી રહી છે. સરકારી શાળાઓમાં એવી સવલતો પૂરી પાડવામાં આવશે કે, વાલીઓ તેમના બાળકોને ખાનગી શાળા અથવા સરકારી શાળાઓમાં મોકલવાની ઈચ્છા ધરાવતા હશે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલે દિલ્હીની શાળાઓનો ચહેરો એ રીતે બદલી નાખ્યો છે કે, તમામ વર્ગના લોકો, પછી તે અમીર હોય, ગરીબ હોય, કાર માલિક હોય, રિક્ષાચાલક હોય, એક જ શાળામાં અભ્યાસ કરે છે. પંજાબની શાળાઓમાં પણ આવું વાતાવરણ સર્જાશે. પંજાબની શાળાઓમાં મફત શિક્ષણ, ઉચ્ચ સ્તરનું શિક્ષણ આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
