આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી, સાંજ સુધી આવી શકે છે તોફાન
ભારતીય હવામાન વિભાગ અનુસાર આવનારા અમુક દિવસ રાજસ્થાન માટે જોખમ બની શકે છે. વળી, ઘણી જગ્યાએ ભારે વરસાદનું અનુમાન પણ લગાવવામાં આવ્યુ છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર આવનારા અમુક દિવસ રાજસ્થાન માટે જોખમ બની શકે છે. વળી, ઘણી જગ્યાએ ભારે વરસાદનું અનુમાન પણ લગાવવામાં આવ્યુ છે. ત્યારબાદ દિલ્લી, હરિયાણા અને ચંદીગઢમાં પણ ભારે વરસાદની આશંકા છે. હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવાની ચેતવણી આપી છે.

આ રાજ્યોમાં જાહેર થયુ ભારે વરસાદનું એલર્ટ
આ સાથે જ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવા તેમજ ગંગીય પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદનું અનુમાન લગાવામાં આવ્યુ છે. વળી, તટીય કર્ણાટક, છત્તીસગઢા, જમ્મુ અને કાશ્મીર, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, ઝારખંડ, બિહાર, ગુજરાત, તટીય આંધ્ર પ્રદેશ અને યાનમ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, અરુણાચલ પ્રદેશ, અસમ અને મેઘાલય તેમજ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપરુમાં પણ જલ્દી સારો વરસાદ થવાની વાત કહેવામાં આવી છે.

અહીં થયો ભારે વરસાદ
ગયા 24 કલાક દરમિયાન કેરળ અને તટીય કર્ણાટકના વિસ્તારોમાં ભારે વરસાદ થયો. દક્ષિણ-પૂર્વી રાજસ્થાન, ગુજરાત, કોંકણ-ગોવા, પૂર્વી અસમ અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો. વળી, દિલ્લી, પશ્ચિમી મધ્ય પ્રદેશ, કર્ણાટક, તટીય આંધ્રપ્રદેશ અને હિમાચલ પ્રદેશના ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદ થયો.

અમુક સ્થળોએ હળવો અને ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ
આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, પૂર્વી મધ્ય પ્રદેશ, પૂર્વોત્તર ભારત, રાયલસીમા, દક્ષિણી આંતરિક કર્ણાટક, તમિલનાડુ, અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહ અને લક્ષદ્વીપના અમુક સ્થળોએ હળવો અને ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ થયો છે.

મોનસુન એક્સપ્રેસ બ્રેક બાદ ફરીથી સક્રિય
આ પહેલા સ્કાઈમેટે કહ્યુ હતુ કે મોનસુન એક્સપ્રેસ બ્રેક બાદ ફરીથી સક્રિય થઈ ગયુ છે જેના કારણે હવે દેશના લગભગ દરેક વિસ્તારમાં મૂસળધાર વરસાદ થવાના અણસાર છે. એજન્સ મુજબ આગામી 10 દિવસો સુધી એટલે કે જુલાઈના અંત સુધી ભારે વરસાદ થવાના અણસાર છે. સ્કાઈમેટે કહ્યુ છે કે અત્યાર સુધી મોનસુને રાજસ્થાનને નિરાશ કર્યુ છે પરંતુ હવે આવુ નહિ થાય. જુલાઈના બાકીના થોડા દિવસમાં બધી ઉણપ પૂરી કરી દેશે.












Click it and Unblock the Notifications
