For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VHP રામ મંદિર નિર્માણ માટે પથ્થર ભરેલા 70 ટ્રક મંગાવી રહી છે

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના રામ મંદિર નિર્માણ માટે કાનૂન બનાવવાની માંગ વાળા નિવેદનના એક અઠવાડિયા પછી અયોધ્યામાં આખો નજારો બદલાયેલો જોવા મળી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના રામ મંદિર નિર્માણ માટે કાનૂન બનાવવાની માંગ વાળા નિવેદનના એક અઠવાડિયા પછી અયોધ્યામાં આખો નજારો બદલાયેલો જોવા મળી રહ્યો છે. દર્શનાર્થીઓ અને બીજા પર્યટકો કારસેવકપુરં પહોંચી રહ્યા છે, જ્યાં તેમનું સ્વાગત સ્થાનીય પુજારીઓ અને ભક્તો ઘ્વારા રામ ભજન ગાઈને કરવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણની હલચલ ખુબ જ તેજ થઇ ચુકી છે.

આ પણ વાંચો: શુ રામ મંદિર મુદ્દે ફસાઈ રહી છે મોદી સરકાર?

પથ્થરથી ભરેલા 70 ટ્રક અયોધ્યા પહોંચી રહ્યા છે

પથ્થરથી ભરેલા 70 ટ્રક અયોધ્યા પહોંચી રહ્યા છે

અયોધ્યામાં વિશ્વ હિન્દૂ પરિષદના નેતાઓ ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પથ્થરથી ભરેલા 70 ટ્રક અયોધ્યા પહોંચી રહ્યા છે. તેમના માટે એક માત્ર આકર્ષણનું કેન્દ્ર રામ મંદિરની પ્રાસ્તાવિક મોડલ છે. વીએચપી ઘ્વારા મંદિર નિર્માણની તૈયારીઓ તેઝ કરી દેવામાં આવી છે. હવે તેમની નજર રામ મંદિર -બાબરી મસ્જિદ વિવાદમાં 29 ઓક્ટોબરે સુપ્રીમકોર્ટમાં થવા જઈ રહેલી સુનાવણી પર ટકી છે, જેને તેઓ પોતાના પક્ષમાં આવે તેવી આશા રાખી રહ્યા છે.

કારીગરો સાથે વાતચીત કરવામાં આવી રહી છે

કારીગરો સાથે વાતચીત કરવામાં આવી રહી છે

એવું કહેવામાં આવી રહ્યું છે કે મંદિર નિર્માણ માટે વીએચપી ઘ્વારા પથ્થર ભરેલા ટ્રકનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. તેની સાથે સાથે ઘણા કારીગરો સાથે વાતચીત કરવામાં આવી રહી છે, જેથી કાનૂની અડચણ પુરી થવાની સાથે જ ત્રણ માળનું ભવ્ય રામ મંદિર બનાવવાની શરૂઆત થાય. ઘણા વીએચપી નેતાઓ ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પથ્થરથી ભરેલા 70 ટ્રક અયોધ્યા પહોંચી રહ્યા છે.

વીએચપીનું મંદિર બનાવવાનું અભિયાન ઝડપી

વીએચપીનું મંદિર બનાવવાનું અભિયાન ઝડપી

વીએચપી ઇન્ટરનેશનલ ઉપાધ્યક્ષ ચંપત રાય ઘ્વારા જણાવવામાં આવ્યું કે મંદિર નિર્માણનું કામ ઝડપથી કરવા માટે હજુ વધારે કારીગરોની જરૂર પડશે. તેમને કહ્યું કે તેઓ પાછળ નહીં હટે, તેઓ ફક્ત સુપ્રીમકોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. બીજી બાજુ અયોધ્યામાં ભારે સુરક્ષાબળો ગોઠવી દેવામાં આવ્યા છે. રામ જન્મભૂમિ તરફ જવાવાળો રસ્તો બંધ છે, તે રસ્તા તરફ સુરક્ષાકર્મીઓ ગોઠવી દેવામાં આવ્યા છે.

English summary
VHP says 70 trucks with stones expected to reach Ayodhya soon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X