ત્રણ રાજ્યોમાં જીત છત્તા બીજેપીને લોકસભામાં મોટુ નુકસાન, જાણો કેવી રીતે?
ત્રણ રાજ્યોમાં જીત બાદ બીજેપીમાં મુખ્યમંત્રી પદ માટે મથામણ ચાલી રહી છે. આ રાજ્યોમાં બીજેપીને જીત બાદ પણ લોકસભામાં નુકસાન થયુ છે.
મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં બીજેપીએ જીત મેળવી છે પરંતુ લોકસભામાં પાર્ટીને નુકસાન થયું છે. પાર્ટીના લોકસભા સભ્યોની સંખ્યામાં ઘટાડો થયો છે.

બીજેપીએ વિધાનસભા ચૂંટણીમાં પોતાના સાંસદોને ઉમેદવાર બનાવ્યા હતા. આ જ કારણ છે કે જીતેલા સાંસદોએ સંસદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. જેનો અર્થ એ થયો કે આ સાંસદો હવે વિધાનસભાના સભ્ય બની રહેશે. જે બાદ સંસદમાં બીજેપીના સાંસદોની સંખ્યામાં ઘટાડો થયો છે.
મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ 21 સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 7-7 સાંસદોએ ચૂંટણી લડી હતી જ્યારે છત્તીસગઢમાં ચાર અને તેલંગાણામાં ત્રણ સાંસદોને ટિકિટ આપવામાં આવી હતી.
રાજસ્થાનમાં રાજ્યવર્ધન રાઠોડ, દિયા કુમારી, બાલકનાથ અને કિરોરી લાલ મીણાએ રાજીનામું આપી દીધું છે. મધ્યપ્રદેશમાંથી નરેન્દ્ર તોમર, પ્રહલાદ પટેલ, રાકેશ સિંહ, રીતિ પાઠક અને ઉદય પ્રતાપ સિંહે સંસદ સભ્યપદ છોડી દીધું છે. ગોમતી સાઈ અને અરુણ સાઓએ છત્તીસગઢમાંથી રાજીનામા આપ્યા છે.
11 સાંસદોના રાજીનામા બાદ લોકસભામાં બીજેપી સાંસદોની સંખ્યા ઘટી છે. આ સંખ્યા 300 થી ઘટીને 289 થઈ ગઈ છે. રેવન્ત રેડ્ડીના રાજીનામા બાદ કોંગ્રેસની સંખ્યા હવે 51 થી ઘટીને 50 થઈ ગઈ છે.
મહુઆ મોઇત્રાની હકાલપટ્ટી પછી ટીએમસીની સંખ્યા 23 થી ઘટીને 22 થઈ ગઈ છે. સત્તરમી લોકસભામાં હવે સત્તર જગ્યાઓ ખાલી છે. લોકસભાની ચૂંટણીને આડે છ મહિનાથી પણ ઓછો સમય બાકી હોવાથી પેટાચૂંટણી નહીં થાય.












Click it and Unblock the Notifications
