Video : બિહારના ભાગલપુરમાં 1700 કરોડના ખર્ચે બની રહેલો પુલ ધરાસાઈ, કેમેરામાં કેદ થઈ પુરી ઘટના
બિહારમાં ભ્રષ્ટાચાર કઈ હદ સુધી ફેલાયેલો છે તેનો પુરાવો આપતો એક કિસ્સો બિહારના ભાગલપુરમાં સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, 1700 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો પુર ધરાસાઈ થઈ જતા સરકારે તપાસના આદેશ આપ્યા છે.
બિહારના ભાગલપુરમાં 1700 કરોડના ખર્ચે નિર્માણાધીન બ્રિજ મહાસેતુ બને તે પહેલા જ જમીન દોસ્ત થયો છે. અગુવાની ઘાટથી સુલતાનગંજને જોડવા માટે બની રહેલા આ નિર્માણાધીન પુલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. સારી વાત એ છે કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

આ પુલ ધરાઈસાઈ થતો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં નજર સામે જ પુલ પાણીમાં ગરકાવ થઝઈ જતો જોઈ શકાય છે. પહેલા બે ભાગમાં તુટીને પુલ પાણીમાં સમાઈ જાય છે.
આ વીડિયો સ્થાનિક લોકોએ વીડિયો બનાવ્યો છે. સૌથી ચૌકાવનારી બાબત એ છે કે પુલ બીજી વખત ધરાશાયી થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી.
#WATCH | Under construction Aguwani-Sultanganj bridge in Bihar’s Bhagalpur collapses. The moment when bridge collapsed was caught on video by locals. This is the second time the bridge has collapsed.
— ANI (@ANI) June 4, 2023
(Source: Video shot by locals) pic.twitter.com/D6eapP9x1h
આ અગાઉ પણ આવી જ બેદરકારી સામે આવી હતી. તે વખતે આ પુલનો એક ભાગ ધરાશાયી થયો હતો. અહીં તમને જણાવી દઈએ કે આ બ્રિજનો શિલાન્યાસ 2014માં કરવામાં આવ્યો હતો અને 2016થી એપી સિંઘલા કંપની આ બ્રિજ બનાવી રહી છે.
અહેવાલો અનુસાર, આ બ્રિજ 1717 કરોડના ખર્ચે બની રહ્યો હતો. અગાઉ એપ્રિલમાં તોફાનને કારણે આ નિર્માણાધીન પુલનો કેટલોક ભાગ પણ ધરાશાયી થયો હતો. ખાગરિયા-અગુવાની-સુલતાનગંજ વચ્ચે ગંગા નદી પર બનાવવામાં આવી રહેલ મહાસેતુ બીજી વખત પડ્યો છે.
#WATCH | Under construction Aguwani-Sultanganj bridge in Bihar’s Bhagalpur collapses. The moment when bridge collapsed was caught on video by locals. This is the second time the bridge has collapsed. Further details awaited.
— ANI (@ANI) June 4, 2023
(Source: Video shot by locals) pic.twitter.com/a44D2RVQQO
ઘટનાને લઈને સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. પુલ તુટ્યા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે તપાસના આદેશ આપ્યા છે અને જવાબદારોની ઓળખ કરવા આદેશ કર્યા છે.
DDC ભાગલપુર કુમાર અનુરાગે ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું કે, નિર્માણાધીન પુલ તૂટી પડવાની ઘટના સવારે લગભગ છ વાગ્યે બની હતી. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. સ્થાનિક પ્રશાસને રિપોર્ટ માંગ્યો છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
