Video: પૂરનો ભયાનક વીડિયો, અચાનક ડૂબ્યો પુલને 3 લોકો...

બનાસકાંઠા પછી બિહારમાં પણ પૂરે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના પ્રાણ લીધા છે. ત્યારે હાલ જ બિહાર પૂરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ખૂબ જ ખતરનાક તેવા આ વીડિયોને જુઓ અહીં

બનાસકાંઠામાં હાલમાં જ ભયાનક પૂર લોકોએ નજરે નીહાળ્યું છે તે પછી બિહારના પૂરનો એક વીડિયો હાલ બહાર આવ્યો છે જે જોઇને કોઇનો પણ શ્વાસ એક મિનિટ માટે અટકી જાય. ભારે પૂરના કારણે એક પુલ પડું પડું થઇ રહ્યો હતો. પૂર પડવાનો છે તે તો નક્કી જ હતું પણ તેમ છતાં કેટલાક લોકો છેલ્લી મિનિટ સુધી તેની પર અવર જવર કરતા હતા. પણ તેટલામાં જ કંઇક તેવું થયું કે 3 લોકો જોત જોતામાં પૂરમાં તણાઇ ગયા. આ વીડિયો બિહારના અરરિયા વિસ્તારનો છે જ્યાં નદી પર બનેલા પુલને પાણીમાં એક પછી એક ધીરે ધીરે તૂટતો જોવા માટે લોકોની મોટી ભીડ રસ્તાની બન્ને બાજુઓએ ઊભેલી દેખાય છે.

bihar flood

પૂલ તૂટશે તે ખબર હોવા છતાં નાના નાના બાળકો સાથે લોકો આ પૂરને પાર કરીને બીજી તરફ જઇ રહ્યા છે. એવામાં પૂલ અચાનક જ તૂટી પડે છે અને સાથે એક મહિલા, એક બાળકી સમેત એક માણસ પાણીમાં ડૂબી જાય છે. આ વીડિયોમાં છેલ્લે સુધી બધુ સામાન્ય લાગે છે લાગે છે કે વાંધો નહીં આવે પણ અચાનક જ છેલ્લી મિનિટ જે રીતે પુલ પડે છે તે જોઇને તમે પણ ચોંકી ના જાવ તો નવાઇ નહીં. ઉલ્લેખનીય છે કે બિહારના આ પૂરે 100 વધુ લોકોના પ્રાણ લીધા છે અને અનેક લોકો બેઘર થયા છે. ત્યારે બિહાર પૂરનો આ ભયાનક વીડિયો જુઓ અહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X