Video: મરાઠા આરક્ષણ આંદોલનકારીઓએ NCP ધારાસભ્ય પ્રકાશ સોલંકેનું ઘર ફુંક્યુ, જાણો MLAની હાલત
Maratha Reservation Movement : મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ આંદોલનની આગ સતત વધી રહી છે. મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહેલા આંદોલનકારીઓ હવે હિંસક બની ગયા છે.
આંદોલનકારીઓએ બીડમાં એનસીપીના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના નિવાસસ્થાને તોડફોડ કરી અને આગ લગાવી દીધી હતી. થોડી જ વારમાં આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ અને તેની જ્વાળાઓ ઉંચી ઉંચી થવા લાગી હતી.

આગની આ ઘટના બાદ એનસીપીના ધારાસભ્ય પ્રકાશ સોલંકેએ જણાવ્યું હતું કે, જ્યારે હુમલો થયો, ત્યારે હું મારા ઘરની અંદર હતો.
સદનસીબે મારા પરિવારના સભ્યો કે કર્મચારીઓમાંથી કોઈને ઈજા થઈ નથી. અમે બધા સુરક્ષિત છીએ, પરંતુ આગને કારણે મોટી સંપત્તિનું નુકસાન થયું છે.
મરાઠાઓને અલગથી અનામત આપવી જોઈએ: ભાજપ સાંસદ - આ પહેલા શનિવારે 28 ઓક્ટોબરના રોજ તેલી મહાસંઘના બેનર હેઠળ યોજાયેલી બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને ઓબીસી સમુદાયને આપવામાં આવેલા આરક્ષણથી અલગથી અનામત આપવી જોઈએ. તેમણે કહ્યું કે, ઓબીસી સમુદાયને ડર છે કે, મરાઠાઓને ઓબીસી ક્વોટામાંથી અનામત આપવામાં આવી શકે છે.
મરાઠા આરક્ષણને લઈને તેલી સમુદાયમાં ભય છે - તેમણે જણાવ્યું હતું કે, જેને અનામત મળવાની છે તેને મળવી જોઈએ. મરાઠા સમાજને અલગથી અનામત મળવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીના સાંસદ રામદાસ તડસ તેલી મહાસંઘના પ્રમુખ છે.
તેલી સમાજના આગેવાનોનું કહેવું છે કે, ઓબીસી સમુદાયને આપવામાં આવેલા આરક્ષણમાંથી મરાઠાઓને અનામત ન આપવી જોઈએ. સાંસદ રામદાસ તડસે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ ઘણી વખત આશ્વાસન આપ્યું છે કે, મરાઠાઓને અનામત આપવામાં આવશે, પરંતુ મનોજ જરાંગે પાટીલ ઉપવાસ તોડવાનું નામ નથી લઈ રહ્યા. એવું લાગે છે કે, જાણે કોઈ રાજકીય પક્ષ તેમને ટેકો આપી રહ્યો છે.
મનોજ જરંગે પાટીલે પણ આપી હતી ચેતવણી - આ અગાઉ મરાઠા આરક્ષણ આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલે શનિવારે 14 ઓક્ટોબરના રોજ જાલના જિલ્લામાં રેલીનું આયોજન કરતી વખતે શિંદે સરકારને 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ રેલીમાં તેમણે જાહેરાત કરી હતી કે, 10 દિવસ બાદ અથવા તો વિજય સરઘસ નીકળશે અથવા તેમની અંતિમ યાત્રા નીકળશે. આ પછી મુંબઈમાં એક આંદોલનકારીએ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને તેની પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી.
#WATCH | Beed, Maharashtra: Maratha reservation agitators vandalised and set the residence of NCP MLA Prakash Solanke on fire. pic.twitter.com/8uAfmGbNCI
— ANI (@ANI) October 30, 2023
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
