For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ નેતાનો વિડીયો વાયરલ, 'પેટ્રોલ તૈયાર રાખો અને ઈશારો થતાંની સાથે જ બધું બાળી નાખો'

ઓડિશાના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ પ્રદીપ માળીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ ભડકાઉ નિવેદનો આપી રહ્યા હોવાના અહેવાલ છે.

|
Google Oneindia Gujarati News

ઓડિશાના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ પ્રદીપ માળીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ ભડકાઉ નિવેદનો આપી રહ્યા હોવાના અહેવાલ છે. રાજ્યના વિરોધી પક્ષે 14 ડિસેમ્બરના રોજ નવરંગપુરમાં એક સગીરની સામૂહિક બળાત્કાર અને હત્યાના મામલામાં પોલીસની નિષ્ક્રિયતાના વિરોધમાં ગુરૂવારે 12 કલાકનું બંધનું એલાન આપ્યું હતું, આ વીડિયો આ જ પ્રદર્શન દરમિયાનનો હોવાનું કહેવાય છે.

'પેટ્રોલ અને ડીઝલ તૈયાર રાખો'

'પેટ્રોલ અને ડીઝલ તૈયાર રાખો'

નવરંગપુરમાં પ્રદર્શન દરમિયાનના એક વીડિયોમાં ફોન પર વાત કરતી વખતે સૂચના આપતા પ્રદીપ માખી જોઇ શકાય છે, આ વીડિયો સ્થાનિક ન્યૂઝ ચેનલો દ્વારા પણ બતાવવામાં આવ્યો હતો. વીડિયોમાં માજી ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા છે, આ દરમિયાન તે કહે છે કે, 'પેટ્રોલ અને ડીઝલ તૈયાર રાખો, સૂચના મળતા જ બધું બળી નાખો, જે થાય એ જોયું જશે. માજી હજી પણ તેમના નિવેદનો પર અડગ છે.

નવરંગપુરમાં સામુહિક બળાત્કાર-હત્યા સામે દેખાવો

નવરંગપુરમાં સામુહિક બળાત્કાર-હત્યા સામે દેખાવો

કોંગ્રેસ નેતાએ કહ્યું કે જો કોઈ આદિવાસી બહુમતીવાળા જિલ્લામાં સગીર બાળકો સાથે ગેંગરેપની ઘટના પર સરકાર કંઇ કરશે નહીં, તો આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝની નીતિ અપનાવવી પડશે. અમે હવે ચૂપ બેસી શકતા નથી. પહેલાં, કુંડળીમાં, જવાનોએ સગીર પર ગેંગરેપ કર્યો હતો અને હવે નવરંગપુરમાં, એક અન્ય સગીરની ગેંગરેપ બાદ હત્યા કરવામાં આવી હતી, હવે હદ થઇ ગઈ છે.

અમે નેતાજીના માર્ગ પર ચાલવા મજબૂર થઇ રહ્યા છીએ - પૂર્વ સાંસદ

અમે નેતાજીના માર્ગ પર ચાલવા મજબૂર થઇ રહ્યા છીએ - પૂર્વ સાંસદ

કોંગ્રેસ નેતાએ કહ્યું કે તેમને કાયદો હાથમાં લેવાની ફરજ પડી હતી. પૂર્વ સાંસદે કહ્યું કે આ ઘટનાને 13 દિવસ વીતી ગયા છે પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ સુધી બહાર આવ્યો નથી, ડોકટરો, પોલીસ, ગૃહ મંત્રાલય અને સરકાર શું કરે છે? તેમણે કહ્યું કે ગાંધીજીના સિદ્ધાંતોને કારણે ઓડિશાની ગરીબ છોકરીઓને ન્યાય મળી શકતો નથી, અમને નેતાજીના માર્ગ ઉપર ચાલવાની ફરજ પડી રહી છે. પૂર્વ સાંસદે કહ્યું, 'ફોન પર મેં જે કહ્યું તેનાથી મને અફસોસ નથી, જો મારી માતા અને બહેનોની સુરક્ષા માટે મારે હિંસાનો માર્ગ અપનાવવો હોય તો હું પાછો ફરીશ નહીં.' ઉલ્લેખનિય છેકે આ દરમિયાન વિરોધીઓ દ્વારા એક કારને આગ ચાંપી દેવામાં આવી હતી.

English summary
Video of Congress leader viral, 'Keep petrol ready and burn everything as soon as hinted'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X