For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્કૂલ બસમાં દારૂ પીતા વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ, અધિકારીઓએ આપ્યો આવો જવાબ

આ અઠવાડિયાની શરૂઆતમાં તમિલનાડુના ચેંગલપટ્ટુ જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં તમિલનાડુના ચેંગલપટ્ટુ જિલ્લામાં ચાલતી બસમાં શાળાના વિદ્યાર્થીઓ દારૂ પીતા જોઈ શકાય છે.

|
Google Oneindia Gujarati News

ચેન્નાઈ, 24 માર્ચ : આ અઠવાડિયાની શરૂઆતમાં તમિલનાડુના ચેંગલપટ્ટુ જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં તમિલનાડુના ચેંગલપટ્ટુ જિલ્લામાં ચાલતી બસમાં શાળાના વિદ્યાર્થીઓ દારૂ પીતા જોઈ શકાય છે. વાયરલ વીડિયોમાં કુલ સ્કૂલની વિદ્યાર્થિનીઓ સ્કૂલ યુનિફોર્મમાં બીયર પીતી જોવા મળે છે. મળતી માહિતી મુજબ, પોલીસ અને જિલ્લા પ્રશાસને આ મામલાની તપાસ કરી છે અને આ ઘટનાની પુષ્ટિ પણ કરી છે. આ કોઈ બનાવટી વીડિયો નથી.

સરકારી શાળાના વિદ્યાર્થીઓ છે તમામ બાળકો

સરકારી શાળાના વિદ્યાર્થીઓ છે તમામ બાળકો

સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલી ક્લિપ એક વિદ્યાર્થી દ્વારા રેકોર્ડ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. વીડિયોમાં છોકરાઓ અને છોકરીઓ બંનેનેબિયરની બોટલ ખોલીને પીતા જોવા મળી રહ્યા છે. તમામ વિદ્યાર્થીઓ ચેંગલપટ્ટુની સરકારી શાળાના હોવાનું કહેવાય છે.

શરૂઆતમાં જૂનો વીડિયો હોવાનું માનવામાંઆવતું હતું, બાદમાં જાણવા મળ્યું હતું કે, આ ઘટના મંગળવારના રોજ બની હતી. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે, આ ઘટના મંગળવારે તિરુકાઝુકુન્દ્રમથી થાચુરજતી વખતે બની હતી.

જિલ્લા અધિકારીએ કહ્યું - ઘટના શાળાની બહાર બની હતી

જિલ્લા અધિકારીએ કહ્યું - ઘટના શાળાની બહાર બની હતી

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, ચાલતી બસમાં રસ્તામાં છોકરા-છોકરીઓનું ટોળું બિયરની બોટલ્સ ખોલીને પીવા લાગ્યા હતા. ચેંગલપટ્ટુ જિલ્લા શિક્ષણ અધિકારીરોઝ નિર્મલાએ ઘટનાની પુષ્ટિ કરી છે.

તેમણે કહ્યું છે કે, આ ઘટના શાળાની બહાર બની હોવાથી પોલીસ તેની તપાસ કરી રહી છે. પોલીસ તપાસ પૂરી થયા બાદ અમેઅમારા સ્તરે વિદ્યાર્થી અને યુવતીઓ સામે યોગ્ય કાર્યવાહી કરીશું.

પહેલા પણ બની હતી આવી ઘટના

પહેલા પણ બની હતી આવી ઘટના

આ અગાઉ 2017 માં કર્ણાટકના તુમાકુરુ જિલ્લામાં એક સરકારી શાળાના શિક્ષકોએ કથિત રીતે વિદ્યાર્થીઓને દારૂ પીવડાવ્યો હતો, જ્યારે તેઓએ તેમની શાળાનીમુલાકાત દરમિયાન પાણી માંગ્યું હતું.

અહેવાલ મુજબ, વિદ્યાર્થીઓ 8, 9 અને 10 ના ધોરણના હતા અને તેમને શાળાના મુખ્ય શિક્ષક અને બે શિક્ષકો દ્વારા દારૂઆપવામાં આવ્યો હતો, જેઓ નશાની હાલતમાં હતા. ત્રણ આરોપી ફેકલ્ટી સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

English summary
Video of students drinking alcohol in school bus goes viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X