Video: ભારતીય સૈન્યની કાર્યવાહીમાં માર્યા ગયેલા બે સૈનિકોના શબ લેવા સફેદ ઝંડા સાથે આવી પાક સેના

પાકિસ્તાનનો એક વીડિયો આવ્યો છે જેમાં જોવા મળી રહ્યુ છે કે પાકિસ્તાની સેના, ભારત તરફથી આપવામાં આવેલા જવાબમાં માર્યા ગયેલા પોતાના બે સૈનિકોના શબ લેવા સફેદ ઝંડા બતાવી રહી છે.

જમ્મુ કાશ્મીરના પુંછ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સતત ભારે ગોળીબાર ચાલુ છે. આ બધા વચ્ચે પાકિસ્તાનનો એક વીડિયો આવ્યો છે જેમાં જોવા મળી રહ્યુ છે કે પાકિસ્તાની સેના, ભારત તરફથી આપવામાં આવેલા જવાબમાં માર્યા ગયેલા પોતાના બે સૈનિકોના શબ લેવા સફેદ ઝંડા બતાવી રહી છે. પાક તરફથી શનિવારે એલઓસી પર સ્થિત સ્કૂલોને નિશાન બનાવવામાં આવી. સૂત્રો તરફથી જણાવવામાં આવી રહ્યુ છે કે પાક સેનાના ગોળીબારમાં સ્કૂલોના બાળકો ફસાયેલા છે.

11 સપ્ટેમ્બરના રોજ ઠાર

11 સપ્ટેમ્બરના રોજ ઠાર

પાક સેનાએ પોતાના જે સૈનિકોના શબ લેવા માટે સફેદ ઝંડા બતાવ્યા તેમના મોત 11 સપ્ટેમ્બરના રોજ થયા હતા. પાક તરફથી થયેલા ફાયરિંગનો સેનાએ જડબાતોડ જવાબ આપ્યો અને આ દરમિયાન પાક સેનાના બે સૈનિક ઠાર મરાયા. બુધવારે માર્યા ગયેલા પોતાના સૈનિકોની લાશ લેવા માટે પાકે શનિવારે એક્શન લીધી. સફેદ ઝંડા એક રીતે સમર્પણનુ પ્રતીક હોય છે. પાંચ ઓગસ્ટના રોજ જ્યારે ભારતે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી છે ત્યારથી જ સતત સીમા પર તણાવ ચાલી રહ્યો છે. પાક સેના તરફથી રોજ યુદ્ધવિરામ તોડવામાં આવી રહ્યુ છે અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શનિવારે પાકે રહેણાંક વિસ્તારો પર મોર્ટાર ફેંક્યા છે.

શનિવારે ફરીથી ફાયરિંગ

14 સપ્ટેમ્બરના રોજ પાકે જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં આવતા બાલાકોટ અને મેંઢર સેક્ટરમાં ફાયરિંગ શરૂ કરી દીધુ. સેનાની ચોકીઓ ઉપરાંત ગામો પર પણ ફાયરિંગ કરવામાં આવ્યુ. સેના તરફથી પાકની આ હરકતનો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. બુધવારે પાકે હાજિપુર સેક્ટરમાં ફાયરિંગ કર્યુ હતુ. આ ફાયરિંગમાં પાક સેનાના બે સૈનિક માર્યા ગયા હતા. આઠ સપ્ટેમ્બરે પણ પાકે રાજૌરીના નૌશેરા અને સુંદરબની સેક્ટરમાં ફાયરિંગ કર્યુ હતુ. એ સમયે પાકે 24 કલાકની અંદર પાંચમી વાર યુદ્ધવિરામ તોડ્યુ હતુ.

ઘૂસણખોરી માટે તૈયાર છે આતંકી

ઘૂસણખોરી માટે તૈયાર છે આતંકી

અનુચ્છેદ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન સંપૂર્ણપણે તમતમાયેલુ છે. ઘાટીનો માહોલ ખરાબ કરવા માટે તે આતંકીઓને ઘૂસણખોરી કરાવવા ઈચ્છે છે. આ માટે રોજેરોજ સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યુ છે. સેના તરફથી કહેવામાં આવ્યુ છે કે પાક આંતરરાષ્ટ્રીય સમાજનુ ધ્યાન કાશ્મીર તરફ અપાવવા માટે એલઓસી પર ગોળીબારને અંજામ આપી રહ્યુ છે.

ઈમરાન બોલ્યા જ્યાં સુધી હું ન કહુ એલઓસી પાર ન કરતા

ઈમરાન બોલ્યા જ્યાં સુધી હું ન કહુ એલઓસી પાર ન કરતા

પાક તરફથી ગોળીબાર, પીઓકેના મુઝફ્ફરાબાદમાં થયેલા પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનની રેલી બાદ શરૂ થઈ. આ રેલીમાં ઈમરાને ભડકાઉ ભાષણ આપ્યુ. પીઓકેના યુવાનોને ઈમરાને કહ્યુ, હું જાણુ છુ કે તમે એલઓસી તરફ જવા ઈચ્છે છે પરંતુ જ્યાં સુધી હું ન કહુ ત્યાં સુધી આમ ન કરતા. પહેલા મને યુનાઈટેડ નેશન્સ જઈને કાશ્મીર માટે સંઘર્ષ કરવા દો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X