Video : વિક્રમ લેન્ડર આસપાસ ફરી રહ્યું છે પ્રજ્ઞાન રોવર, ઈસરોએ વીડિયો જારી કર્યો
વિક્રમ લેન્ડરના સફળ લેન્ડિંગ બાદ તેમાંથી બહાર આવીને પ્રજ્ઞાન રોવરે તેની કામગીરી કરવાનું શરૂ કરી દીધુ છે. હવે ઈસરોએ તેનો નવો વીડિયો દેશવાસીઓ સાથે શેર કર્યો છે.
રોવર પ્રજ્ઞાને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સંશોધન કરવાનું શરૂ કરી દીધુ છે. રોવરે ગુરુવારથી જ ચંદ્રની સપાટી પર આગળ વધવાનું શરૂ કર્યું છે. અગાઉ ઈસરોએ ચંદ્રયાન-3 લેન્ડરમાંથી બહાર આવતા છ પૈડાવાળા 26 કિલોના રોવરનો પહેલો વીડિયો શેર કર્યો હતો.

ઈસરોએ જારી કરેલા નવા વીડિયો સાથે ઈસરોએ જણાવ્યુ છે કે, પ્રજ્ઞાન રોવર દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ પોઈન્ટ આસપાસ ફરી રહ્યું છે.
રોવરનો લેટેસ્ટ વિડિયો શેર કરતાં ઈસરોએ લખ્યુ કે, દક્ષિણ ધ્રુવ પર ચંદ્રના રહસ્યોની શોધમાં શિવ શક્તિ પોઈન્ટની આસપાસ ફરતું પ્રજ્ઞાન રોવર. વીડિયોમાં તમે જોઈ શકો છો કે રોવર ચંદ્રની સપાટી પર આગળ વધી રહ્યું છે.
જણાવી દઈએ કે, 23 ઓગસ્ટે સાંજે 6.4 વાગ્યે લેન્ડર વિક્રમ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યા બાજ ઇસરોએ ગુરુવારે સવારે રોવરના બહાર નીકળવાની પુષ્ટિ કરી હતી. હાલમાં જ ઈસરોએ જણાવ્યુ હતું કે પ્રજ્ઞાન રોવર 8 મીટર દુર સુધી ટ્રાવેલ કરી રહ્યું છે.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 26, 2023
🔍What's new here?
Pragyan rover roams around Shiv Shakti Point in pursuit of lunar secrets at the South Pole 🌗! pic.twitter.com/1g5gQsgrjM
બીજી તરફ ઈસરોએ ટ્વિટ કરીને જણાવ્યુ કે, રોવર, લેન્ડર અને પ્રોપલ્શન મોડ્યુલની હેલ્થ બિલકુલ ઠીક છે અને બધા પેલોડ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, રોવરે ચંદ્રની સપાટી પર ઉતરીને સૌથી પહેલા સોલર પેનલ ઓપન કરી હતી.ઈસરો અનુસાર, 1 સેમી પ્રતિ સેકન્ડની ઝડપે આગળ વધતું પ્રજ્ઞાન આસપાસની વસ્તુઓને સ્કેન કરવા માટે નેવિગેશન કેમેરાનો ઉપયોગ કરી રહ્યું છે. 12 દિવસમાં રોવર લેન્ડર આસપાસના અડધા કિલોમીટરના વિસ્તારમાં રિસર્ચ કરશે.












Click it and Unblock the Notifications
