Video : મજુરો સાથે તગારા ઉચકતા જોવા મળ્યા રાહુલ ગાંધી, જમીન સાથે જોડાયેલા અંદાજે લોકોના દિલ જીત્યા

Rahul Gandhi : નરેન્દ્ર મોદીની ખોખલી નીતિઓને લોકો સામે રાખ્યા બાદ હવે રાહુલ ગાંધી લોકો વચ્ચે જોવા મળી રહ્યાં છે. હાલમાં જ રાહુલ ગાંધી મજુરો સાથે તગારા ઉચકતા જોવા મળ્યા.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અચાનક દિલ્હીના જીટીબી નગરમાં કાર્યકરોની વચ્ચે પહોંચ્યા હતા. અહીં તેઓ કાર્યકરોને મળ્યા અને તેમની સમસ્યાઓ સાંભળી.

Rahul Gandhi

રાહુલ ગાંધીએ પોતાના કામથી લોકોના દિલ જીતી લીધા છે. રાહુલ ગાંધી લેબર ચોક અને અન્ય કન્સ્ટ્રક્શન સાઇટ પર કેટલાક મજૂરોને મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

કોંગ્રેસે તેની સત્તાવાર સાઈટ પર કાર્યકરો સાથે રાહુલ ગાંધીની કેટલીક તસવીરો શેર કરતાં લખ્યું કે, આજે વિરોધ પક્ષના નેતા દિલ્હીના જીટીબી નગરમાં કામદારોને મળ્યા અને તેમની સમસ્યાઓ સાંભળી. આ મહેનતુ કાર્યકરો ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. તેમના જીવનને સરળ બનાવવાની અને ભવિષ્યને સુરક્ષિત કરવાની અમારી જવાબદારી છે.

શેર કરેલી તસવીરોમાં રાહુલ ગાંધી જમીન પર બેસીને કાર્યકરો સાથે વાત કરતા જોવા મળ્યા. લોકોથી ઘેરાયેલા તે તેમની સમસ્યાઓ ધ્યાનથી સાંભળતા જોવા મળે છે.

કેટલીક તસવીરોમાં રાહુલ ગાંધી તેમની સાથે કામ કરતા જોવા મળે છે. રાહુલ ગાંધી માટે આ કંઈ નવું નથી, તેમણે ચૂંટણી વખતે પણ આવી મુલાકાતો કરી છે.

શેર કરાયેલા અન્ય એક વીડિયોમાં રાહુલ ગાંધી લોકોની વચ્ચેથી પસાર થતા જોવા મળે છે. આમાં લોકોને આઈ લવ યુ રાહુલ ગાંધી કહેતા પણ સાંભળી શકાય છે.

જણાવી દઈએ કે, જૂન 2023 માં રાહુલ ગાંધીએ દિલ્હીના કરોલ બાગમાં એક ગેરેજની મુલાકાત લીધી, જ્યાં તેમણે મોટર મિકેનિક્સ સાથે વાતચીત કરી હતી.

રાહુલ ગાંધી ત્યાં સાયકલ માર્કેટમાં ગયા અને ત્યાં કામ કરતા લોકો અને સાયકલના વેપારીઓ સાથે વાત કરી હતી. આ સમય દરમિયાન તેમણે મિકેનિક્સ સાથે વાત કરીને બાઇકને કેવી રીતે રિપેર કરવું તે શીખ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X