Video : રશ્મિકા અને કેટરીના બાદ હવે રતન ટાટાનો ડિપફેક વીડિયો વાયરલ થયો, જુઓ વીડિયો

એક પછી એક સેલેબ્રિટીના ડિપફેક વીડિયો સામે આવી રહ્યા છે ત્યારે હવે ભારતના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા પર ઝપેટમાં આવ્યા છે. હવે રતન ટાટાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

રશ્મિકા મંદાન્નાથી શરૂ થયેલા ડીપફેક તસવીરો અને વીડિયોનો ટ્રેન્ડ ઉદ્યોગપતિ રતન ટાટા સુધી પહોંચ્યો છે. આ ડીપફેક વીડિયો લોકોને ભ્રામક ઓનલાઈન સટ્ટાબાજીના કૌભાંડ તરફ દોરી રહ્યો છે.

Ratan Tatas Deepfake Video

હાલમાં જ અભિનેત્રી રશ્મિકા મંદાન્ના, કેટરિના કૈફ અને કાજોલના ડીપફેક વીડિયો વાયરલ થયા હતા. હવે AI સસ્તું અને વધુ સરળતાથી બનતું હોવાથી ડીપફેક લોકોને ગેરમાર્ગે દોરે છે. આનાથી માત્ર કોઈની પ્રતિષ્ઠા બગાડી શકાતી નથી પરંતુ આનાથી ઓનલાઈન છેતરપિંડી જેવી બાબતો સરળતાથી વધી રહી છે.

રતન ટાટાના ડીપફેકમાં તે ઓનલાઈન સટ્ટાબાજી કોચનું સમર્થન કરતા જોવા મળી રહ્યા છે. તે દર્શકોને આમિર ખાન નામના વ્યક્તિ દ્વારા સંચાલિત ટેલિગ્રામ ચેનલમાં જોડાવા વિનંતી કરી રહ્યા છે. આ ઘટના નાણાકીય છેતરપિંડી અને કૌભાંડોની સુવિધામાં ડીપફેક ટેક્નોલોજીના વધતા જોખમને દર્શાવે છે.

ટેલિગ્રામ ચલાવનાર વ્યક્તિ વિશે તપાસ કરાતા જાણવા મળ્યું કે ખાન ટેલિગ્રામ ચેનલ ચલાવે છે, જેનો ઉપયોગ કરીને તે એવિએટર નામની મની-સટ્ટાબાજીની ગેમ દ્વારા દરરોજ મોટી રકમ કમાવવાના વચન સાથે વપરાશકર્તાઓને લાલચ આપે છે.

ટેલિગ્રામ ચેનલ એક લિંક શેર કરે છે, જે વપરાશકર્તાઓને અલગ પ્લેટફોર્મ પર રીડાયરેક્ટ કરે છે. અહીં ફોન નંબર અને કેટલીક અંગત માહિતી પૂછવામાં આવે છે. આ પછી યુઝર્સનો સેન્સિટિવ ડેટા કલેક્ટ કરવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X