આખરે બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ પર જોવા મળ્યા માલ્યા

બીજી ઇન્ડિય ગ્રાં પ્રી માટે ગઇકાલે થયેલા અભ્યાસ સત્રમાં પણ માલ્યા ટીમ સાથે નહોતા, આજે ત્રીજા અભ્યાસ સત્ર દરમિયાન તે ટીમ યૂનિટ બહાર જોવા મળ્યા. મીડિયાના પ્રશ્નોથી બચવા યથાયોગ્ય પ્રયત્ન કરતા માલ્યાએ કહ્યું કે, કિંગફિશરના કર્મચારીઓ સાથે કરાર થઇ ગયો છે અને તેમની ભાગીદારીથી થયું છે.
માલ્યાએ કહ્યું કે, બધાનું નિરાકરણ આવી ગયું છે, જો તમને એવું લાગતું હોય કે જે કરાર થયા છે, તેમાં હું સામેલ નથી તો એ ખોટું છે, બધુ મારી જાણકારીમાં થયું છે. કિંગફિશરના માલીક યૂબી સમૂહએ નાગર વિમાન મહાનિદેશાલયને જણાવ્યું કે તે એરલાયન્સ માટે પૈસા એકઠા કરશે. ત્યાર બાદ માલ્યાએ ટ્વિટર પર કહ્યું હતું કે, કિંગફિશરના તમામ કર્મચારીઓ કામ પર પરત ફર્યા છે અને તેમનું વલણ સહયોગાત્મક છે, હું તેમનો આભાર માનું છું.
પહેલા એવા સમાચાર આવ્યા હતા કે કિંગફિશરના કર્મચારીઓ અહીં બીજી ઇન્ડિયન ગ્રાં પ્રીનો ઘેરાવ કરશે. આ અંગે પૂછવામાં આવતા માલ્યાએ કહ્યું કે, એ શક્ય નથી, આ બધી મીડિયાની અટકળબાજી છે. આમ પણ અહીં એટલી કડક સુરક્ષા છે કે કોઇ અંદર ઘુસી શકે નહીં.
સર્કિટ બહાર પ્રદર્શન થઇ શકે છે તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, સર્કિટની બહાર મતલબ અહીંથી 15 કી.મી દૂર. આમ પણ કોઇને પણ મારી સાથે વાત કરવી હોય તો મારા ઘરે આવી શકે છે, અહિંયા સુધી આવવાની શી શરૂર છે, હું વાતચીત કરવા માટે હંમેશા હાજર છું.












Click it and Unblock the Notifications
