For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેં ચોરી કર્યાની વાત બંધ થાય, હું દેવું ચૂકવવા માટે તૈયાર છું: વિજય માલ્યા

વિજય માલ્યાએ પોતાનું દેવું ચૂકવવાનો ઓફર અગસ્ટા વેસ્ટલેન્ડ હેલીકૉપટર ઘોટાળા મામલે વચેટિયા મિશેલ સાથે કોઈ પણ પ્રકારની લિંક હોવાથી ઇન્કાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

વિજય માલ્યાએ પોતાનું દેવું ચૂકવવાનો ઓફર અગસ્ટા વેસ્ટલેન્ડ હેલીકૉપટર ઘોટાળા મામલે વચેટિયા મિશેલ સાથે કોઈ પણ પ્રકારની લિંક હોવાથી ઇન્કાર કર્યો છે. બુધવારે કરવામાં આવેલા ટવિટ પછી વિજય માલ્યાએ વધુ એક ટવિટ કર્યું જેમાં તેને કહ્યું કે, 'મેં પૈસા ચોરી કર્યા છે એવી વાતો બંધ થાય, હું દેવું ચૂકવવા માટે તૈયાર છું, મહેરબાની કરીને પૈસા લઇ જાઓ'

આ પણ વાંચો: મુંબઈની વિશેષ કોર્ટે માલ્યાને 'ભાગેડુ' ઘોષિત કરવા પર રોક લગાવતી અરજી ફગાવી

મેં ચોરી કર્યાની વાત બંધ થાય: વિજય માલ્યા

મેં ચોરી કર્યાની વાત બંધ થાય: વિજય માલ્યા

વિજય માલ્યાએ ફરી એકવાર બેન્કોને પૈસા પાછા આપવાની વાત કરી છે. વિજય માલ્યાએ ટવિટ કર્યું છે કે મિશેલનું સરેન્ડર અને મારા પૈસા ચુકવવાની ઓફર વચ્ચે કોઈ જ કનેક્શન નથી, મહેરબાની કરીને પૈસા લઇ જાઓ. આ પહેલા પણ માલ્યાએ કહ્યું કે તેઓ બેંકોના 100 ટકા પૈસા આપવા માટે તૈયાર છે.

મિશેલનું સરેન્ડર અને મારા પૈસા ચુકવવાની ઓફર વચ્ચે કોઈ જ કનેક્શન નથી

વિજય માલ્યાએ ટવિટ કરીને જણાવ્યું કે, મીડિયા અને નેતાઓ હંમેશા મારા વિશે વાતો કરે છે કે હું પૈસા લઈને ભાગી ગયો છું પરંતુ આ બધું જ ખોટું છે. મને મારી વાત રજુ કરવાનો પૂરો મોકો જ નથી આપવામાં આવી રહ્યો. એટલું જ નહિ પરંતુ મેં વર્ષ 2016 દરમિયાન કર્ણાટક હાઇકોર્ટમાં બેન્કોને પૈસા ચૂકવવાનો પ્રસ્તાવ 2016 દરમિયાન રાખ્યો હતો. આખરે તેના પર આગળ કોઈ પ્રસ્તાવ કેમ નહીં આવ્યો.

100 ટકા દેવું ચુકવવાની વાત કહી

100 ટકા દેવું ચુકવવાની વાત કહી

વિજય માલ્યાએ મીડિયા પર નિશાનો સાધતા કહ્યું કે અગત્યની બાબત છે કે હું બેંકોંના 100 ટકા પૈસા ચૂકવવા માટે તૈયાર છું. હું બેંકો અને સરકારને નિવેદન કરું છું કે તેઓ આ પૈસા લઇ લે. આખરે મારો પ્રસ્તાવ રદ કરવામાં આવે છે તો તેના પાછળ કયું કારણ છે.

English summary
Vijay mallya tweets, says- he wants to stop the narrative that he stole money
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X