ડ્રગ્સ કાંડ: આરોપો સાબિત થશે તો પણ નહીં થાય વિજેન્દરને સજા

જોકે રામસિંહના દાવાઓ સાચા સાબિત થાય છે તો પણ એ વાતની સંભાવના ખુબ ઓછી છે કે વિજેન્દ્રને કોઇ સજા મળે. કાનુન અનુસાર આવા કિસ્સાઓમાં સજા ત્યારે જ થઇ શકે છે જ્યારે કોઇની પાસે અમુક માત્રામાં ડ્રગ્સ મળી આવે અથવા તો તે ડ્રગ્સની હેરાફેરીમાં સામેલ હોય.
આ મામલામાં ન તો વિજેન્દ્રની પાસે હેરોઇન મળી આવ્યું છે અને નહીં તે આની હેરાફેરીમાં પકડાયો છે. તસ્કર અનુપસિંહ કાહલોના ઘરની નીચે વિજેન્દ્રની પત્ની અર્ચનાસિંહની કાર જરૂર મળી આવી હતી, પરંતુ તેમાંથી કોઇ નશીલો પદાર્થ મળી આવ્યો ન્હોતો.
જ્યા સુધી નશીલા પદાર્થનું સેવન કરવાનો સવાલ છે, તો તેમાં વધારેમાં વધારે છ મહિનાની સજાની જોગવાઇ છે. એમાં પણ કોર્ટ પાસે અધિકાર છે કે તે આરોપીના પાછલા રેકોર્ડ અને આચરણને ધ્યાનમાં રાખીને તેની સજા માફ કરીને તેને પૂનર્વાસ કેન્દ્રમાં મોકલવાનો નિર્દેશ આપી શકે છે.
આરોપીએ ડ્રગ લીધું હતું કે નહીં તેની મેડિકલ તપાસમાં ખરાઇ કરવી પડે છે. સામાન્ય રીતે હેરોઇન લીધા બાદ 48 કલાક સુધી જ બ્લડમાં તેના સેમ્પલ મળી આવે છે. રામસિંહના દાવા અનુસાર તે બંને નિયમિતરીતે ડ્રગ્સના આદી નથી, પરંતુ બે-ત્રણ વાર માત્ર શોખ ખાતર છેલ્લે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં તેનું સેવન કર્યું હતું. માટે મેડિકલ તપાસમાં તેની પુષ્ટિ થવી સંભવ નથી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો









Click it and Unblock the Notifications
