UPSC Coaching: વિકાસ દિવ્યકીર્તિની માફીની અસર નહિ, છાત્રોએ ગુસ્સામાં કહ્યુ - ફી પાછી આપો, નથી ભણવુ
Vikas Divyakirti Drishti IAS: દિલ્હીના RAU's IAS કોચિંગના ભોંયરામાં ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોતના મામલામાં દૃષ્ટિ IASના વિકાસ દિવ્યકીર્તિએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. વિકાસ દિવ્યકિર્તિએ પોતાનો પક્ષ રજૂ કરવામાં વિલંબ બદલ માફી માંગી છે, પરંતુ તેમની માફીથી પણ નારાજ વિદ્યાર્થીઓના ઘા રૂઝાઈ શક્યા નથી.
27 જુલાઈ, 2024ના રોજ, દિલ્હીના રાજીન્દર નગરમાં રાઉના IAS સ્ટડી સર્કલના ભોંયરામાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ત્રણ વિદ્યાર્થીઓ શ્રેયા યાદવ, તાન્યા સોની અને નિવિન ડાલ્વિન ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. સમગ્ર મામલે વિકાસ દિવ્યકીર્તિએ 30 જુલાઈ 2024ની સાંજે દૃષ્ટિ IASના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો પક્ષ રજૂ કર્યો છે.

વિકાસ દિવ્યકીર્તિએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે, જેના પર લોકો મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. કોમેન્ટ્સમાં કોઈ તેમને ટ્રોલ કરી રહ્યું છે તો કોઈ સારું-ખરાબ કહી રહ્યું છે. કોચિંગ ફી પણ દ્રષ્ટિ IAS પાસેથી પરત માંગવામાં આવી રહી છે.
વૈભવ નામના યુઝરે લખ્યું છે કે 'હું પોતે નેહરુ વિહાર વર્ધમાન પ્લાઝાના બેઝમેન્ટમાં તમારા કોચિંગ ક્લાસમાં ભણતો હતો. હવે નથી ભણવુ. અમને અમારા બધા પૈસા પાછા આપો અને અમને ઘરે જવા દો. એવા અભ્યાસો નથી કરવો જેમાં જીવને જોખમ હોય.
આશિષ નૌટિયાલ યુઝરે લખ્યું - 'આજે હું તમને એક શેર કહીશ: તુ અહી-તહીંની વાત ન કર, યે બતા દિવ્યકીર્તિ કહાં છૂપા હે? જ્યારે રીલ બનાવવી હોય ત્યારે વિકાસ સર પોતાનો ચહેરો આગળ કરતા હતા અને જ્યારે જવાબદારી લેવાની હોય ત્યારે વિકાસ સર સંસ્થાને આગળ રાખી રહ્યા છે. આના પર ચેખોવ કે દાંતેએ શું કહ્યું હતુ, સર?
ઘણા લોકોએ આવી જ કોમેન્ટ કરી. આવા લોકોની ટિપ્પણીનો ભાવાર્થ એ છે કે વિકાસ દિવ્યકીર્તિએ સંસ્થાના બદલે પોતાનું અંગત સ્ટેન્ડ રજૂ કરવું જોઈએ.
રાજ કુમાર મીણા અને ધ કુશ વોઈસ લખે છે કે વિકાસ દિવ્યકીર્તિએ સારા સૂચનો આપ્યા છે, પરંતુ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાને બદલે તેમણે વિદ્યાર્થીઓની વચ્ચે જવું જોઈએ અને તેમની સાથે ઊભા રહેવું જોઈએ. ઘણાએ લખ્યું છે કે તેઓ આશા રાખે છે કે વિકાસ દિવ્યકીર્તિ ચોક્કસપણે વિદ્યાર્થીઓ સુધી પહોંચશે. તેઓ રાહ જોશે.
प्रेस विज्ञप्ति
— Drishti IAS (@drishtiias) July 30, 2024
तिथि- 30 जुलाई, 2024
शनिवार (27 जुलाई) को राजिंदर नगर स्थित एक कोचिंग संस्थान की बेसमेंट में हुई त्रासद घटना तथा उसके बाद बनी परिस्थितियों पर टीम दृष्टि का पक्ष निम्नलिखित है:
1) हमें खेद है कि हमने अपना पक्ष रखने में देरी की। वस्तुतः हम नहीं चाहते थे कि अधूरी… pic.twitter.com/qp3hpkgYs6












Click it and Unblock the Notifications
