જાણો કેમ આ નાના બાળકને નગ્ન કરીને ગામમાં ફેરવવામાં આવ્યો!
કર્ણાટકમાં અંધવિશ્વાસનો એક શર્મનાક મામલો સામે આવ્યો છે. અહીંના ચિત્રદુર્ગા જિલ્લામાં દુકાળની સમસ્યાથી પરેશાન લોકોએ ભગવાનને ખુશ કરવા માટે એક બાળકને નગ્ન કરીને આખા ગામમાં ફેરવવામાં આવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે આમ કરવા પાછળનું કારણ એ છે કે ભગવાન ખુશ થઈ જાય છે વરસાદ કરાવી દે.
આપણે જણાવી દઈએ કે ચિત્રદુર્ગા કર્ણાટકનાએ જિલ્લાઓમાં આવે છે જ્યાં ભયંકર દુકાળ જોવા મળ્યો અને મહિનાઓ સુધી ટેન્કરથી પાણી મોકલવું પડ્યું. પાણી માટે તરસી રહેલા ગામ લોકોએ બાળકને નગ્ન કર્યો, તેને ફૂલોની માળા પહેરાવી, માથા પર ગણપતિ બાપાની મૂર્તિ મૂકીને આખા ગામમાં ફ્રેરવી.

અંધવિશ્વાસના આ આખા મામલામાં તે બાળકનો પરિવાર પણ ભાગીદાર બન્યો. આખું ગામ ફેરવ્યા બાદ તે બાળકને નદી કિનારે લાવવામાં આવ્યો અને ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું. ત્યાંના લોકોનું માન્યે તો આ આખી ઘટના દરમિયાન તે બાળક પર ઠંડુ પાણી નાખવામાં આવતું હતું, મંત્રો બોલવામાં આવતા હતા અને છેલ્લે અંતમાં તેને નવા કપડાં પહેરાવવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
