For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર સાડા ત્રણ કલાકમાં બિન્નીના અનશન ખતમ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 જાન્યુઆરીઃ આમ આદમી પાર્ટીમાંથી બરખાસ્ત કરવામાં આવેલા ધારાસભ્ય વિનોદ કુમાર બિન્નીએ પોતાના અમર્યાદિત અનશન ખતમ કરી દીધા છે. માત્ર અમુક કલાકોમાં જ બિન્નીએ પોતાના અનશન ખતમ કરી દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારને 10 દિવસનો સમય આપ્યો છે. ‘આપ'ના ધારાસભ્ય બિન્નીએ ધરણા ખતમ કરતા કહ્યું કે, મે દિલ્હી સરકારને 10 દિવસ સુધીનો સમય આપ્યો છે. અનશન ખતમ કરતાની સાથે જ બિન્નીએ કહ્યું કે, મે અણ્ણા હઝારેના કહેવાથી પોતાના અનશન ખતમ કર્યા છે.

binny-aap-new delhi
બિન્નીએ કહ્યું કે, અણ્ણાએ તેમને આગ્રહ કર્યો કે બે ચાર દિવસના અનશન પર બેસવાથી કોઇ નિરાકરણ નહીં આવે. તેમણે કહ્યું કે હું મારા અનશન ખતમ કરી દઉ. તેમના કહેવાથી મે મારા અનશન ખતમ કર્યા છે. બિન્નીએ અણ્ણા સાથે દિલ્હીના રાજ્યપાલ નજીબ જંગનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમણે મોટા ભાઇની જેમ મને અનશન ખતમ કરવા કહ્યું હતુ. બિન્નીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ હવે તે કાર્યવાહી કરશે. પોતાનું આંદોલન ચાલુ રાખશે.

નોંધનીય છે કે પાર્ટીમાંથી બહાર કરવામાં આવ્યા બાદ બિન્નીએ આમ આદમી પાર્ટીની પોલ ખોલીને રાખી દીધી હતી. બિન્નીએ કેજરીવાલ અને તેમની સરકાર દ્વારા વાયદા તોડવાનો આરોપ લગાવ્યો અને કાર્યવાહી કરવાની માંગ કરી. બિન્નીએ કહ્યું કે, જનતાને પૂછીને કામ કરનારા કેજરીવાલે મને પાર્ટીમાંથી બહાર કરતા પહેલા જનતાની સલાહ લેવી જોઇતી હતી.

English summary
Expelled AAP MLA Vinod Kumar Binny calls off hunger strike against Arvind Kejriwal-led govenment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X