મણિપૂરની હિંસા વચ્ચે વધુ એક રાજ્ય ભડકે બળ્યુ, હરિયાણામાં મેવાતથી સોહના સુધી હિંસા
એક તરફ મણિપૂરમાં હજારો લોકોના મોત બાદ લાખો લોકો રાહત શિબિરોમાં રહેવા મજબુર છે ત્યારે હવે બીજેપી શાશિત વધુ એક રાજ્યમાં હિંસા ભડકી છે. હરિયાણામાં ભગવા યાત્રા દરમિયાન શરૂ થયેલી હિંસા હવે મેવાતથી સોહના સુધી પહોંચી છે.
અહેવાલો અનુસાર, મેવાતમાં ભગવા યાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે ટકરાવ થયો હતો. જે બાદ આ હિંસા અન્ય વિસ્તારોમાં પણ ફેલાઈ છે. હિંસા દરમિયાન ઘણા વાહનોમાં આગ લગાવી દીધા હોવાના પણ અહેવાલ છે. હિંસા વધતા મેવાત વિસ્તારમાં ઈન્ટનેટ સેવા બંધ કરી દેવાઈ છે.

મેવાત અને સોહનામાં થયેલી હિંસાને લઈને સીએમ મનોહર લાલ ખટ્ટરે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. મુખ્યમંત્રીએ લોકોને વાતચીત અને સંવાદ દ્વારા વિવાદનો ઉકેલ લાવવા જણાવ્યુ છે.
નૂહની ઘટના પર સીએમ મનોહર લાલ ખટ્ટરે ટ્વીટ કરીને જણાવ્યુ કે, આજની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે, હું તમામ લોકોને રાજ્યમાં શાંતિ જાળવવાની અપીલ કરું છું. દોષિતોને કોઈપણ કિંમતે નહીં છોડવામાં આવે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
જણાવી દઈએ કે, મેવાત જિલ્લામાં બ્રીજમંડલ યાત્રા નીકળી રહી હતી ત્યારે યાત્રા પર પથ્થરમારો થયો હતો. બજરંગ દળના કાર્યકરો બ્રિજ મંડળ યાત્રામાં પહોંચ્યા હતા. યાત્રા મોનુ માનેસરે વિડિયો શેર કરીને યાત્રામાં વધુને વધુ લોકોને પહોંચવા અપીલ કરી હતી.
જણાવી દઈએ કે, મોની માનેસર નાસિર જુનૈદ હત્યા કેસમાં વોન્ટેડ છે. આ બંનેની હત્યા બાદ મોનુ માનેસર ચર્ચામાં આવ્યો હતો. બીજી તરફ હિંસા વચ્ચે નુહ ડેપ્યુટી કમિશનરે બંને જૂથોની બેઠક બોલાવી હતી. હાલ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે અને જિલ્લામાં વધારાનો પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે.












Click it and Unblock the Notifications
