પૈસાથી ભરેલુ બેગ પોલીસ સ્ટેશન પહોંચાડ્યું, તો પોલીસે તેના પર જ ઠોકી દીધો કેસ

Viral News: તમને રસ્તા પર કોઈ વસ્તુ બિનવારસી મળે તો તમે એને રાખી લો છો, અથવા તેને પોલીસને સોપી દો છો. આવામાં પોલીસ તમારા પર જ કેસ કરી દે તો તમે શું કરશો? આવો જ કિસ્સો ઉત્તર પ્રદેશમાં બન્યો છે.

રાયબરેલીમાં એક યુવકે દાવો કર્યો છે કે, જ્યારે તે રોડ કિનારે મળેલી બેગ પોલીસને આપવા ગયો, તો પોલીસે તેના બદલે લૂંટનો આરોપ લગાવ્યો અને તેને જેલમાં મોકલી દીધો હતો. રાયબરેલીની કોર્ટે લૂંટ કેસના આરોપી યુવકને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

શનિવારની સાંજે જ્યારે યુવક જેલમાંથી બહાર આવ્યો હતો, ત્યારે તેણે પોલીસ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. પોલીસ દ્વારા યુવકને ખોટી રીતે જેલમાં મોકલવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આરોપ છે કે, પોલીસના દબાણને કારણે યુવકને 13 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું.

હકીકતમાં, 20 ઓગસ્ટના રોજ રાયબરેલીના ગડાગંજ બજારમાં જાહેર સુવિધા કેન્દ્ર ચલાવતા રવિશંકર પાસેથી 7 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી.

ગભરાઈને લૂંટારુઓએ લૂંટ ભરેલી બેગ રસ્તા પર ફેંકી દીધી હતી, અને ત્યાંથી ચાલ્યા ગયા હતા અને તે થેલી દીપુ ઉર્ફે ગૌરવ પાસેથી મળી આવી હતી.

Viral News

દીપુએ તે થેલી પોલીસ સ્ટેશનમાં જમા કરાવી હતી. જે બાદમાં 26 ઓગસ્ટના રોજ પોલીસે જમુનીપુર ચારુહરના રહેવાસી દીપુ ઉર્ફે ગૌરવને લૂંટના કેસમાં આરોપી તરીકે કોર્ટમાં રજૂ કર્યો હતો.

કોર્ટે દીપુને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી આપ્યો હતો. દીપુને જેલમાં મોકલવામાં આવતા તેના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, અને તેના કારણે દીપુના પરિવારજનો અને વેપારી વર્ગે વિરોધ પણ કર્યો હતો.

આ પછી 29 ઓગસ્ટના રોજ પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો, અને પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાકેશ ચંદ્ર આનંદ અને અન્ય ઈન્સ્પેક્ટર્સ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. જેના પર પોલીસે પીડિત પરિવારને ન્યાય આપવાની વાત કરી હતી.

કેસની તપાસ કરી રહેલા ઈન્ચાર્જ ઈન્સપેક્ટરે શનિવારે કોર્ટને જણાવ્યું કે, આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી. આ સાંભળ્યા પછી, એડિશનલ સિવિલ જજ સિનિયર ડિવિઝન/ACJM II નીરજ સિંહે દીપુને વ્યક્તિગત બોન્ડ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. જેલર હિમાંશુ રૌતેલાએ જણાવ્યું કે, દીપુને કોર્ટના આદેશ પર મુક્ત કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ નેતાએ આ ઘટનાને લઈને યુપી સરકાર પર નિશાન સાધ્યું છે. રાયબરેલીની આ ઘટના પર સવાલ ઉઠાવતા પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર યુપીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે લખ્યું કે, યુપીમાં કાયદો અને વ્યવસ્થા મજાક બની ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X