વિરાટ કોહલીએ અનુષ્કાના બોલ્ડ ફોટો શેર કરીને બર્થ ડે વિશ કર્યુ, જુઓ ફોટો
બોલિવૂડ અને ક્રિકેટની દુનિયાનું સૌથી ક્યૂટ કપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફરીથી ચર્ચામાં છે. બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી અનુષ્કા તેનો 35 મોં બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. તેના બર્થ ડે પર વિરાટ કોહલીએ તેના હોટ એન્ડ બોલ્ડ ફોટો શેર કરીને બર્થ ડે વિશ કર્યુ છે.
અનુષ્કા શર્માના ફેન્સ તેના બર્થડે લઈને ખૂબ જ ખુશ છે અને સોશિયલ મીડિયા પર સતત પ્રેમ વરસાવી રહ્યા છે ત્યારે એક ખાસ પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ તેના પતિ વિરાટ કોહલીની છે. વિરાટે અભિનેત્રીની કેટલીક ક્યૂટ અને બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

વિરાટે તેમની અંગત પળો લીધેલી અનુષ્કાની એવી તસવીરો પોસ્ટ કરી છે જ્યાં બંને ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યાં છે. આ ફોટોમાં અનુષ્કા શર્મા ખૂબ જ હોટ લાગી રહી છે. આ તસવીરો પોસ્ટ કરતા વિરાટ કોહલીએ કેપ્શન પણ લખ્યું છે.
વિરાટ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરોમાં અનુષ્કા કમાલ લાગી રહી છે. પ્રથમ તસવીરમાં અનુષ્કા શર્મા ગોળ ટોપીમાં બ્લેક કોફીની મજા માણી રહી છે. બીજી તસવીરમાં બોલ્ડ અનુષ્કા શર્માએ તેના પગ ફ્લોન્ટ કરતા પોઝ આપ્યા છે. ત્રીજી તસવીરમાં વિરાટ અને અનુષ્કા મોટેથી હસતા જોવા મળે છે.
ફોટોમાં અનુષ્કા શર્મા ઘણા અલગ અલગ મૂડમાં જોવા મળી રહી છે. વિરાટ કોહલીના ફેન્સ પણ અનુષ્કા શર્મા પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. આ પોસ્ટ રિએક્ટ કરતા અનુષ્કાએ પણ હાર્ટ ઈમોજી પોસ્ટ કર્યુ હતુ.












Click it and Unblock the Notifications
