For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહનુ નિધન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહનુ નિધન થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહનુ નિધન થઈ ગયુ છે. વીરભદ્ર સિંહ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા ત્યારબાદ આજે તેમનુ 87 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયુ. શિમલા સ્થિત ઈન્દિરા ગાંધી મેડિકલ કૉલેજ એન્ડ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર જનક રાજે વીરભદ્ર સિંહના નિધનની માહિતી આપીને કહ્યુ કે વીરભદ્ર સિંહ લાંબા સમયથી બીમાર હતા જેના કારણે આજે સવારે તેમનુ નિધન થઈ ગયુ.

Virbhadra Singh

વીરભદ્ર સિંહ 6 વાર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. છેલ્લા થોડા દિવસોમાં તેમની તબિયત ખરાબ હતી ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ડૉક્ટર જનક રાજે જણાવ્યુ કે સોમવારની રાતે તેમને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો જે બાદ તેમને આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યા હતા અને અહીં તેમને વેંટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. મંગળવારે વીરભદ્ર સિંહની સ્થિતિ નાજુક જરૂર હતી પરંતુ સ્થિર હતી પરંતુ આજે સવારે તેમનુ નિધન થઈ ગયુ. ઈન્દિરા ગાંધી મેડિકલ કૉલેજમાં વીરભદ્ર સિંહનો 23 એપ્રિલથી ઈલાજ ચાલી રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે વીરભદ્ર સિંહ 13 એપ્રિલે કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા ત્યારબાદ તેમનો મોહાલી સ્થિત મેક્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. જો કે 23 એપ્રિલે તેમને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા પરંતુ શિમલા પહોંચવા પર તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી ત્યારબાદ ફરીથી તેમને ઈન્દિરા ગાંધી મેડિકલ કૉલેજમાં ભરતી કરવામાં આવ્યા હતા. વીરભદ્ર સિંહ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાંથી એક હતા. તેઓ 9 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે અને પાંચ વાર સાંસદ અને છ વાર રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. હાલમાં તે સોલન જિલ્લાની આર્કી વિધાનસભા સીટથી ધારાસભ્ય હતા.

English summary
Virbhadra Singh Former CM of Himachal Pradesh passes away
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X