For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીરેન્દ્ર સહેવાગની પત્ની આરતી સાથે છેતરપિંડી, બિઝનેસ પાર્ટનરે નકલી સહી કરીને લીધી લોન

પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગની પત્ની આરતીએ પોતાની સાથે છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગની પત્ની આરતીએ પોતાની સાથે છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે. આરતીએ પોતાના બિઝનેસ પાર્ટનરો સામે ઈઓડબ્લ્યુ સેલમાં ફરિયાદ નોંધાવી છે. આરતીનો આરોપ છે કે તેમના બિઝનેસ પાર્ટનરે તેમના નકલી હસ્તાક્ષર કરીને 4.5 કરોડ રૂપિયાની લોન લઈ લીધી અને તે ચૂકવી નહિ. પોલિસે કેસની તપાસ શરૂ કરી દીધી છે.

Virender Sehwag

આરતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ છે કે રોહિત કક્કડ નામના વ્યક્તિની ફર્મમાં પાર્ટનર હતી. આ ફર્મ દિલ્લીના અશોક વિહાર ફર્મમાં છે. આ ફર્મના લોકોએ આરતી સહેવાગની જાણ વગર એક બીજી ફર્મ બિલ્ડર કંપનીને જણાવ્યુ કે તેમની ફર્મ સાથે વીરેન્દ્ર સહેવાગ જેવા ફેમસ ક્રિકેટરની પત્ની જોડાયેલી છે અને ખોટી રીતે તેમના અને સહેવાગના નામનો ઉપયોગ કર્યો. એ ફર્મ પર આરતીની નકલી સહી કરીને સાડા ચાર કરોડની લોન લઈ લીધી અને તેને પાછી આપી નહિ.

રોહિત અને પાંચ અન્ય સામે પોતાની ફરિયાદમાં આરતીએ કહ્યુ કે જ્યારે તે પાર્ટનર બની હતી તો નક્કી થયુ હતુ કે તેની પરમિશન વિના કોઈ કામ નહિ થાય પરંતુ તેમના નામનો ખોટો ઉપયોગ થયો. સાથે જ ખોટી રીતે તેમના નામ પર લોન લેવામાં આવી.

આ પણ વાંચોઃ ઉત્તરાખંડઃ ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે બદ્રીનાથ હાઈવે બંધ, યાત્રીઓ પરેશાનઆ પણ વાંચોઃ ઉત્તરાખંડઃ ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે બદ્રીનાથ હાઈવે બંધ, યાત્રીઓ પરેશાન

English summary
Virender Sehwag wife Aarti filed complaint against her business partner
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X