ભાજપા ટિકિટ પર ચૂંટણી લડવા અંગે વિવેક ઓબેરૉયનું મોટું નિવેદન

લોકસભા ચૂંટણી પહેલા જે રીતે પ્રધાનમંત્રી મોદીના જીવન પર બનેલી ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી પર વિવાદ ઉભો થયો છે, ત્યારપછી પીએમ મોદીનો રોલ કરનાર વિવેક ઓબેરોય સતત વિવાદોમાં છે.

લોકસભા ચૂંટણી પહેલા જે રીતે પ્રધાનમંત્રી મોદીના જીવન પર બનેલી ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી પર વિવાદ ઉભો થયો છે, ત્યારપછી પીએમ મોદીનો રોલ કરનાર વિવેક ઓબેરોય સતત વિવાદોમાં છે. ફિલ્મ પર વિવાદ થયા પછી વિવેક ઓબેરોયે ભાજપ નેતાઓ સાથે પોતાના નિકટના સંબંધો પર ખુલીને નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે જો ભારતીય જનતા પાર્ટી તેમને ગુજરાતના વડોદરાથી વર્ષ 2024 દરમિયાન લોકસભા ચૂંટણીના ઉમેદવાર બનાવે તો તેમને કોઈ જ સમસ્યા નથી.

આ પણ વાંચો: પીએમ મોદીની બાયોપિકને કોંગ્રેસે ગણાવી ફ્લોપ એક્ટરની બોગસ ફિલ્મ

11 એપ્રિલે ફિલ્મ રિલીઝ થશે

11 એપ્રિલે ફિલ્મ રિલીઝ થશે

આપને જણાવી દઈએ કે વડોદરા પીએમ મોદીનું સંસદીય ક્ષેત્ર રહ્યું છે. ગયા વખતે પીએમ મોદીએ વડોદરા સાથે વારાણસીથી પણ ચૂંટણી લડી હતી પરંતુ ત્યારપછી બંને સીટ પર જીત્યા પછી તેમને વડોદરા સીટ છોડી દીધી હતી. વિવેક ઓબેરોયે આ નિવેદન ફિલ્મના પ્રોમોશન દરમિયાન પારુલ યુનિવર્સીટીમાં વાત કરતા જણાવ્યું. આપને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ 11 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે. રસપ્રદ બાબત છે કે 11 એપ્રિલે જ લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પણ થશે.

2024 દરમિયાન ચૂંટણી લડી શકું છું

2024 દરમિયાન ચૂંટણી લડી શકું છું

વિવેક ઓબેરોયે જણાવ્યું કે જો હું રાજનીતિમાં આવીશ તો 2024 દરમિયાન વડોદરાથી ચૂંટણી લડવા વિશે વિચારી શકું છું. આ હું એટલા માટે કહું છું કે અહીંના લોકોએ પીએમ મોદીને જે પ્રેમ આપ્યો છે તે જબરજસ્ત છે. આપને જણાવી દઈએ કે હાલમાં વિવેક ઓબેરોયને ભાજપના સ્ટાર પ્રચારકોમાં શામિલ કરવામાં આવ્યા છે.

પીએમ મોદીના વખાણ

પીએમ મોદીના વખાણ

પીએમ મોદીના વખાણ કરતા વિવેક ઓબેરોયે જણાવ્યું કે પીએમ મોદી પ્રેરણાદાયક વ્યક્તિત્વ છે લાખો અને કરોડો લોકો તેનાથી પ્રભાવિત થાય છે. તેમના જીવન પર બનેલી ફિલ્મ ખુબ જ સારી છે. પીએમ મોદી કોઈ પણ રાજનૈતિક બેકગ્રાઉન્ડ વિના દેશના પ્રધાનમંત્રી બન્યા. વિવેક ઓબેરોય ઘ્વારા જણાવવામાં આવ્યું કે પીએમ મોદીના લૂકને અપનાવવામાં તેમને 16 દિવસ લાગ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X