એક તરફા પ્રેમ પ્રકરણને કારણે થઇ આ વોલીબોલ ખેલાડીની હત્યા
એક તરફા પ્રેમ પ્રકરણને કારણે એક વ્યક્તિએ 14 વર્ષની માસૂમ વોલીબોલ ખેલાડી પર ચપ્પુ થી ઘા માર્યા. પ્રેમના પ્રસ્તાવને ના પાડી દેવો આ માસૂમને ખુબ જ ભારે પડ્યો. ખાલી 14 વર્ષની માસૂમ સંગીતા 9માં ધોરણમાં ભણતી હતી.
સંગીતા પોતાના મિત્રો સાથે મેદાનમાં રમતી હતી ત્યારે જ રાજા નામના એક વ્યક્તિએ મેદાન પર જઈને તેને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. રાજાએ જયારે તેને પ્રપોઝ કર્યો ત્યારે સંગીતા જવાબ આપ્યા વગર ત્યાંથી જવા લાગી ત્યારે રાજાએ તેના પર ચપ્પાથી ઘા મારી દીધા.

હમલો થયા બાદ સંગીતા મેદાન પર જ બેભાન થઇ ગયી ત્યારબાદ તેને દવાખાને લઇ જવામાં આવી, જ્યાં તેની મૌત થઇ ગઈ. સંગીતાના પિતા કોલેજ પાસે જ એક જમવાની દુકાન ચલાવે છે. આ ઘટનાથી તેમને ભારે આઘાત લાગ્યો છે. આરોપીની ઓળખાણ થઇ ચુકી છે અને તેને જલ્દીથી પકડી લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
