Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

jamm and kasmir assembly election 2024: જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કા માટે મતદાન શરૂ, જાણો JK ચૂંટણીની હોટ સીટ

jamm and kasmir assembly election 2024, phase 2 hot seat: આજે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કામાં 26 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે.

જમ્મુ અને કાશ્મીરમાં બીજા તબક્કાના શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે સેના અને ચૂંટણીપંચે વિશેષ તૈયારી કરી છે.

જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કામાં 26 વિધાનસભા મતવિસ્તારોના 3,500 મતદાન મથકો પર 13,000 થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરના રોજ 24 બેઠકો માટે મતદાન થયું હતું. બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરના રોજ 26 બેઠકો માટે મતદાન થશે.

જે બાદ ત્રીજા તબક્કામાં 40 બેઠકો માટે 1 ઓક્ટોબરના રોજ મતદાન થશે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનું પરિણામ 8 ઓક્ટોબરના રોજ જાહેર થશે.

આ અહેવાલમાં આપણે જમ્મુ કાશ્મીરની એવી બેઠકો વિશે જાણીશું, જેમાં બીજા તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે, અને તેના પર સૌની નજર છે. આ બેઠકો કેમ ચર્ચામાં છે, અને તેના ઉમેવારો કેમ ખાસ છે? એ વિશે પણ જાણીશું.

જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કામાં 6 જિલ્લાની 26 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. આ તમામ બેઠકો પરના 239 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે.

ઉલ્લેખનીય છે કે, બીજા તબક્કાની 26 બેઠકોમાંથી 15 બેઠકો મધ્ય કાશ્મીરની અને 11 બેઠકો જમ્મુની છે. મધ્ય કાશ્મીરમાં ત્રણ જિલ્લાઓ શ્રીનગર, ગાંદરબલ અને બડગામનો સમાવેશ થાય છે.

આ સાથે જ રાજૌરી અને પૂંછના સરહદી જિલ્લાઓ તેમજ જમ્મુના રિયાસીમાં પણ મતદાન થશે. નોંધનીય છે કે આ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ છે, કારણ કે આ વિસ્તારોમાં ઘણા આતંકવાદી હુમલા કરવામાં આવ્યા છે.

jammu and kashmir assembly election 2024

ગાંદરબલ સીટ - પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા ગાંદરબલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જોકે, તેઓ બીરવાહથી પણ ચૂંટણી લડી રહ્યા છે.

લોકસભા ચૂંટણીમાં બારામુલા સીટ પરથી એન્જિનિયર રાશિદ સામે હારી ગયેલા ઉમેદવાર ઓમર જેલમાં બંધ સર્જન અહેમદ વાગે ઉર્ફે આઝાદી ચાચા સામે ચૂંટણી લડી રહ્યો છે.

આ સાથે બશીર અહેમદ મીર પણ પીડીપી તરફથી ચૂંટણી લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પર કોઈ ઉમેદવાર ઉભા રાખ્યા નથી. અહીં કુલ 15 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

બુધલ વિધાનસભા બેઠક - રાજૌરી જિલ્લાની બુધલ સીટ પણ હોટ સીટમાંથી એક છે. આ બેઠક પર કાકા-ભત્રીજા વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે.

ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ મંત્રી ચૌધરી ઝુલ્ફીકાર અલી ચાચાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે નેશનલ કોન્ફરન્સ તરફથી તેમનો ભત્રીજો જાવેદ ઈકબાલ ચૌધરી મેદાનમાં છે.

ઉલ્લેખનીય છે કે, બંને કાકા-ભત્રીજા છે. કાકા-ભત્રીજા ચૂંટણી લડતા હોવાથી તમામની નજર આ બેઠક પર ટકેલી છે. જ્યારે પીડીપીએ ગુફ્તાર અહેમદને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.

નૌશેરા વિધાનસભા બેઠક - ભાજપે ફરી એકવાર નૌશેરા સીટ પર જમ્મુ-કાશ્મીરના પ્રદેશ અધ્યક્ષ રવિન્દર રૈનાને મેદાનમાં ઉતાર્યા છે.

2014ની ચૂંટણીમાં રૈનાને ટક્કર આપનાર પીડીપીના તત્કાલિન ઉમેદવાર સુરેન્દ્ર ચૌધરી આ વખતે નેશનલ કોન્ફરન્સની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.

જ્યારે પીડીપીએ એડવોકેટ હક નવાઝ ચૌધરીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, 2014માં રવિન્દ્ર રૈના 9,503 વોટથી જીત્યા હતા.

લાલ ચોક વિધાનસભા બેઠક - શ્રીનગરની ઐતિહાસિક લાલ ચોક સીટ પર પણ કાકા-ભત્રીજા વચ્ચે રસપ્રદ ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર મીર vs મીરની ટક્કર જોવા મળી રહી છે.

વરિષ્ઠ નેતા અશરફ મીર નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર છે, તો બીજી તરફ પીડીપીના યુવા ઉમેદવાર ઝુહૈબ યુસુફ મીર ચૂંટણી જંગમાં છે. જ્યારે ભાજપે એન્જિનિયર એજાઝ હુસૈન રાધરને પોતાનો ઉમેદવાર બનાવ્યા છે.

રિયાસી વિધાનસભા બેઠક - કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના ગઠબંધન હેઠળ, મુમતાઝ ખાનને રિયાસી બેઠક માટે સંયુક્ત ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે ભાજપે કુલદીપ રાજ દુબેને તેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં આ સીટ પર ભાજપના અજય નંદાએ મોટી જીત મેળવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X