હોસ્પિટલમાં કોરોના સંદિગ્ધ મહિલાને ઇંજેક્શન આપી રેપની કોશિશ, નરાધમની ધરપકડ
હોસ્પિટલમાં કોરોના સંદિગ્ધ મહિલાને ઇંજેક્શન આપી રેપની કોશિશ, નરાધમની ધરપકડ
કોરબાઃ છત્તીસગઢના કોરબામાં માનવતાને શર્મસાર કરી નાખે તેવો મામલો સામે આવ્યો છે. અહીં ક્વોરેન્ટાઇન સેન્ટરથી ઇલાજ માટે જિલ્લા હોસ્પિટલે લાવવામાં આવેલ કોરોના સંદિગ્ધ મહિલા પર રેપની કોશિશ કરવામાં આવી. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી પીડિતાને ઇન્જેક્શન આપ્યા બાદ તેનો રેપ કરવાની કોશિશ કરવા લાગ્યો. ત્યાં સુધીમાં હોશમાં રહેલી મહિલાએ હલ્લો મચાવી દીધો, જે બાદ આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો. મહિલાની ફરિયાદ પર પોલીસે આરોપી વોર્ડ બૉયની ધરપકડ કરી લીધી છે.

હોસ્પિટલમાં મહિલા પર રેપની કોશિશ
જણાવી દઇએ કે ઓરિસ્સાથી કોરબા પરત ફરેલી મહિલા પોતાના બ બાળકો સાથે કટઘોરા બ્લૉકના ક્વોરન્ટાઇન સેન્ટરમાં હતી. ક્વોરન્ટાઇન સેન્ટરમા રહતાં મહિલાને 11 દિવસ થઇ ગયા હતા. ગત 26 જૂનની રાતે મહિલાની તબિયત બગડવા પર તેને જિલ્લા હોસ્પિટલે ખસેડવમાં આવી હતી. મહિલાનો આરોપ છે કે ઇલાજ દરમિયાન હોસ્પિટલના વોર્ડ બૉય શુભમ ગિરી ગોસ્વામીએ તેના પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો. મહિલાએ ચીસો પાડી કેમક કરીને પોતાની લાજ બચાવી, મહિલાએ બુમાબુમ કરતાં આરોપી શુભમ હોસ્પિટલેથી ફરાર થઇ ગયો.

ગરમ પાણી માંગ્યા બાદ રેપની કોશિશ
પીડિતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ તે પતાના બાળકો સાથે જિલ્લા હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ભરતી થઇ હી. મહિલાએ વોર્ડ બૉય પાસે ગરમ પાણી માંગ્યું ત્યારે તે મહિલાને રૂમમાં આવવાની વાત કહેવા લાગ્યો. જે બાદ મહિલાએ બાળકોને જલદી ઊંઘાડી દેવાનું કહ્યું. જે બાદ રાતે 11 વાગ્યે વોર્ડ બૉય શુભમ ઇંજેક્શન લઇ મહિલાના વોર્ડમાં પહોંચ્યો.

આરોપીની ધરપકડ કરી
મહિલાને ઇંજેક્શ લગાવ્યા બાદ તેની સાથે છેડછાડ કરવા લાગ્યો અને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવા લાગ્ય. જે બાદ અર્ધ હોશમાં મહિલાએ બુમાબુમ કરી દીધી હતી, જેથી શુભમ ત્યાંથી ભાગી ગયો. રામપુર પોલીસ ચોકી પ્રભારી રાજેશ જાંગડેએ જણાવ્યું કે પીડિત મહિલાની ફરિયાદ પર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
