• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હવે દુનિયા પણ સ્વિકારી રહી છે કે ભારત-પાક વચ્ચે થશે વધુ એક યુદ્ધ!

By Kumar Dushyant
|

જમ્મૂ: જે પ્રમાણે પાકિસ્તાન દ્વારા બોર્ડર પર સતત ગોળીબારી કરવામાં આવી રહી છે અને રોજ સીઝફાયરનું ઉલ્લંઘન થઇ રહ્યું છે, ત્યારબાદ દરેક એક જ પ્રશ્ન પૂછી રહ્યું છે કે શું 1999 બાદ ફરી એકવાર બંને દેશ જંગના મેદાનમાં આમને-સામને થશે.

બીએસએફનું માનીએ તો પાકિસ્તાન દ્વારા વર્ષ 1971 બાદ એટલી ગોળીબારી થઇ રહી છે. જમ્મૂમાં ઇન્ટરનેશનલ બોર્ડર નજીક વસેલા ગામમાં રહેનાર લોકો પોતાના ઘરોને છોડીને જવા લાગ્યા છે. આ પરિસ્થિતી વચ્ચે હવે દુનિયા પણ એ માની રહી છે કે બંને દેશો વચ્ચે જંગનો માહોલ બની ચૂક્યો છે અને બની શકે છે કે બંને દેશો વચ્ચે ફરીથી જંગ છેડાશે.

અમેરિકાના અગ્રણી સમાચાર પત્ર ન્યૂયોર્ક ટાઇમ્સના એક એક્સક્લૂસિવ રિપોર્ટમાં સ્ટીફન પી કોહેનના હવાલેથી કહેવામાં આવ્યું છે કે જે પ્રકારની પરિસ્થિતી અત્યરે બંને દેશો વચ્ચે છે, પહેલાંમાં પણ આ પરિસ્થિતીના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ થઇ ચૂકી છે. સ્ટીફને ગત વર્ષે ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના માહોલ પર એક પુસ્તક લખ્યું છે.

 ફાયરિંગથી વધ્યું ટેંશન

ફાયરિંગથી વધ્યું ટેંશન

ન્યૂયોર્ક ટાઇમ્સના અનુસાર જુલાઇ અને ઓગષ્ટમાં આટલા બધા ફાયરિંગ બાદ ચિંતાઓ વધી ગઇ છે. બંને દેશો વચ્ચે અચાનક માહોલ આવો કેમ થઇ ગયો છે, કોઇને પણ સમજાતું નથી પરંતુ તણાવ કોઇપણ હદ સુધી જઇ શકે છે, એ વાતની મનાઇ ન કરી શકાય.

 બંને દેશો વચ્ચે વધ્યો તણાવ

બંને દેશો વચ્ચે વધ્યો તણાવ

ન્યૂયોર્ક ટાઇમ્સના અનુસાર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સાથે થનારી વાતચીતને રદ કરી દિધી છે તેનાથી સંકટ વધુ વધતું દેખાઇ રહ્યું છે. ન્યૂયોર્ક ટાઇમ્સે પોતાના આ રિપોર્ટમાં નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજિત ડોભાલનો પણ ઉલ્લેખ કર્યો છે અને લખ્યું છે કે તેમને હંમેશા પોતાના યુદ્ધકારી વલણ માટે ઓળખવામાં આવે છે.

 પછી વધુ વધશે ભારતની મુશ્કેલીઓ

પછી વધુ વધશે ભારતની મુશ્કેલીઓ

ન્યૂયોર્ક ટાઇમ્સના અનુસાર આગામી કેટલાક મહિનાઓ દરમિયાન અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાને હટાવવાનું શરૂ થઇ ગયું છે. આ સાથે જ ભારતીય વિશેષજ્ઞ એમ માનવા લાગ્યા છે કે આ પગલાંથી ભારતમાં દાખલ થનાર આતંકવાદીઓની સંખ્યા વધી જશે.

સ્ટિફન કોહેને આપ્યા ત્રણ કારણો

સ્ટિફન કોહેને આપ્યા ત્રણ કારણો

સ્ટિફન કોહેન સતત ગોળીબારી વિશે ત્રણ કારણો જણાવે છે. સ્ટિફન કોહેનના અનુસાર એક પક્ષ કે બીજા પક્ષોના કમાંડર જ્યારે ગભરાઇ જાય છે તો ફાયરિંગ શરૂ કરી દે છે. તેમને લાગે છે કે કોઇ સીમા પાર કરી રહ્યું છે. બીજું કારણ એ છે કે સ્થાનિક કમાંડર કદાચ વધુ મહાત્વાકાંક્ષી હોય અથવા પછી બંને પક્ષોની નીતિઓને સરકારનું સમર્થન પ્રાપ્ત હોય.

 લીલાછમ ખેતરો અને ખતરો

લીલાછમ ખેતરો અને ખતરો

ન્યૂયોર્ક ટાઇમ્સના અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે 1,800 માઇલ લાંબી બોર્ડર ખેતરોમાંથી પસાર થાય છે. બોર્ડર એટલી નજીક છે કે ખેડૂત સરળતાથી દુશ્મનને જોઇ શકે છે. ગત કેટલાક દિવસોથી ચાલુ ફાયરિંગના લીધે ગામવાળાને 81 એમએમના મોર્ટારથી જીવ બચાવવા માટે સંઘર્ષ કરવો પડે છે.

71 બાદ મુશ્કેલ પરિસ્થિતિ

71 બાદ મુશ્કેલ પરિસ્થિતિ

ન્યૂયોર્ક ટાઇમ્સે બીએસએફ ડીજીના તે નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો છે કે જેમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન દ્વારા જુલાઇના મધ્યથી ફાયરિંગ શરૂ થયું છે, તે વર્ષ 1971 બાદ પહેલાં આવા અવસર પેદા થયા છે જ્યારે પાકિસ્તાન દ્વારા આટલી ગોળીબારી વરસાવવામાં આવી છે.

 પાકિસ્તાને બીએસએફના દાવાને નકાર્યા

પાકિસ્તાને બીએસએફના દાવાને નકાર્યા

ન્યૂયોર્ક ટાઇમ્સના અનુસાર ચેનાબ રેંજર્સના બ્રિગેડિયર મતીન અહમદ ખાને બીએસએફના દાવાને નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતીઓ એવી નથી કે બોર્ડરને પાર ન કરી શકાય.

 પાકનો બેવડુ વલણ

પાકનો બેવડુ વલણ

ન્યૂયોર્ક ટાઇમ્સના મતીન અહમદ ખાનના તે નિવેદનને પણ સ્થાન આપ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે ભારતે બેવડી દિવાલ ઉભી કરી છે. આ દિવાલમાં સાઉંડ ડિટેક્ટર્સ લાગેલા છે. મતીન અહેમદ ખાનના અનુસાર બીએસએફ અને ભારત દ્વારા કરવામાં આવેલા બધા દાવા ફક્ત જુઠ્ઠાણાં સિવાય કશું નથી.

 ગ્રામજનોએ લીધી આરામની ઉંઘ

ગ્રામજનોએ લીધી આરામની ઉંઘ

બુધવારે પહેલી એવી તક હતી જ્યારે બે રાતો આરામથી પસાર થતી અને ગામવાળાએ હાશકારો લીધો. ન્યૂયોર્ક ટાઇમ્સના અનુસાર પાક દ્વારા સીમા પર સ્થિત ચોકી પર ચેનાબ રેંજર્સના એક ઓફિસરે દૂરબીનથી ભારતીય પોસ્ટ પર પોતાની નજરો માંડી રાખી છે. આ ઓફિસરના અનુસાર સતત ભારતીય પોસ્ટ પર પોતાની નજરો રાખવી પડે છે કારણ કે કોઇપણ ગોળીબારીનો શિકાર બની શકે છે.

ગામવાળાઓની સલાહ

ગામવાળાઓની સલાહ

ન્યૂયોર્ક ટાઇમ્સના અનુસાર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ફાયરિંગમાં થોડા દિવસોમાં જમ્મૂના જ્યોરા ગામમાં રહેનાર અકરમ અને તેના છ વર્ષના પુત્રનું મોત નિપજ્યું હતું. હવે આ ગામવાળાઓનું માનીએ તો તેમના માટે દરરોજ યુદ્ધ જેવી સ્થિતી હોય છે.

English summary
New York Times writes wartime possibilities high on India Pakistan border as incidents of ceasefire violations are rising.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more