અમૃતપાલની ધરપકડ થઈ હતી કે સરેન્ડર? CM ભગવંત માને રહસ્ય પરથી પરદો હટાવ્યો

પંજાબને ખાલિસ્તાની આંતકમાં ધકેલનારા અમૃતપાલની ધરપકડને લઈને ચાલી રહેલી અટકળોનો મુખ્યમંત્રી ભગવંત માને અંત કર્યો છે. પહેલી વખત મુખ્યમંત્રી ભગવંત માને આ બાબતે વિગતે ખુલાસો કર્યો છે.

સમાચારો અનુસાર, અમૃતપાલના સમર્થકો દાવો કરી રહ્યા હતા કે તેને પોલીસ સામે સરેન્ડર કર્યુ છે, તો બીજી તરફ પંજાબ પોલીસનો દાવો હતો કે અમૃતપાલની ધરપકડ કરવામાં આવી છે. હવે ભગવંત માને આ તમામ દાવા બાબતે સત્ય પરથી પરદો હટાવ્યો છે.

CM Bhagwant Mann

મુખ્યમંત્રી ભગવંત માને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, અમૃતપાલને લઈને તમામ માહિતી તરત જ તેમના સુધી પહોંચી રહી હતી. અમૃતપાલના ગામ પહોંચવાની માહિતી તેમને રાતે જ આપી દેવાઈ હતી. પરંતુ પોલીસે તેને ગામમાં જતા અટકાવ્યો. જો આમ ન કરાયું હોત તો અમૃતપાલ તેમના હાથમાં ન આવ્યો હોત. ભગવંત માને કહ્યું કે, તેમણે પોલીસકર્મીઓને સાદા યુનિફોર્મમાં જવા કહ્યું હતું.

સીએમ માને આગળ જણાવ્યું કે, તેમને રોડે ગામના ગુરુદ્વારામાં અમૃતપાલના પહોંચવાની માહિતી મળી ત્યારે પોલીસને પ્રવેશવાની ના પાડી હતી. આ સિવાય કોઈપણ ગોળી ચલાવવાની મનાઈ ફરમાવાઈ હતી.

મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યુ કે, અમૃતપાલને સંદેશો મોકલાયો હતો કે તે ભાગીને ક્યાંય નહીં જઈ શકે. આ પછી અમૃતપાલ ગુરુદ્વારાની બહાર આવ્યો અને પોલીસ તેને લઈ ગઈ. સીએમ માને કહ્યું કે હવે તમે તેને સરેન્ડર અથવા ધરપકડ ગમે તે કહી શકો છો.

અહીં મુખ્યમંત્રી ભગવંત માને અજનલા હિંસા અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, અમૃતપાલ અને તેના સહયોગીઓ સામે કાર્યવાહી કરવાની તેમના તરફથી મનાઈ કરાઈ હતી. માહિતી મળી હતી કે અમૃતપાલ અને તેના સમર્થકો શ્રી ગુરુ ગ્રંથ સાહિબનો ઢાલ તરીકે ઉપયોગ કરીને પોલીસ સ્ટેશન પર હુમલો કરી રહ્યા છે. આ સ્થિતિમાં ગુરુ સાહેબનો અનાદર ન થવો જોઈએ, જેને જોઈને પોલીસને તેમની સામે કાર્યવાહી કરતા અટકાવવામાં આવી હતી. પોલીસકર્મી માર ખાતા રહ્યા પરંતુ તે સમયે કોઈએ જવાબ ન આપ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X