Farmers Protest: શંભુ બોર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ, જૂઓ Video
Farmer Protest: હરિયાણા અને પંજાબના ખેડૂતોએ ફરી એકવાર તેમની માંગણીઓ માટે દબાણ કરવા માટે શુક્રવારે દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો. ખેડૂતોએ તેમના આંદોલનને 'દિલ્હી ચલો' નામ આપ્યું છે. 101 ખેડૂતોનું જૂથ ટ્રેક્ટર-ટ્રોલી વિના પગપાળા દિલ્હી તરફ જવાનો પ્રયાસ કરી રહ્યું છે.
જોકે પોલીસે ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા અટકાવ્યા છે. પરંતુ, ખેડૂતો શંભુ સરહદ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે અને બેરિકેડનું એક સ્તર હટાવી દીધું છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર પોલીસે ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા છે.
અથડામણનો વીડિયો થયો જાહેર
#WATCH हरियाणा-पंजाब शंभू सीमा पार करने की कोशिश करते हुए प्रदर्शनकारी किसानों ने बैरिकेड्स हटाए। pic.twitter.com/nutzaZNjXE
— ANI_HindiNews (@AHindinews) December 6, 2024
એટલું જ નહીં, ગ્રેટર નોઈડાના પરી ચોકમાં 'દિલ્લી ચલો' માર્ચ કાઢી રહેલા ખેડૂતોને પોલીસે કસ્ટડીમાં લીધા છે. ખેડૂતોના આંદોલનને જોતા અંબાલાના કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. સમાચાર એજન્સી ANIએ શુક્રવારે ખેડૂતો અને પોલીસ વચ્ચેની અથડામણનો વીડિયો પણ જાહેર કર્યો છે.
ટીયર ગેસનો કરાયો ઉપયોગ
ન્યૂઝ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે હરિયાણા-પંજાબ શંભુ બોર્ડર પાર કરવાનો પ્રયાસ કરતી વખતે વિરોધ કરી રહેલા ખેડૂતોએ બેરિકેડ હટાવી દીધા હતા. તે જ સમયે પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવા માટે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. અહેવાલો અનુસાર, આ દરમિયાન એક ખેડૂત ઘાયલ થયો છે.

પાંચથી વધુ લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ
ઘાયલ ખેડૂતોને એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે અંબાલા જિલ્લા પ્રશાસને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂક્યો છે. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે ગુરુવારે શંભુ બોર્ડ ખાતે ખેડૂતોની કૂચને લઈને પત્રકાર પરિષદને સંબોધી હતી.
ખેડૂતોની નૈતિક જીત
તેમણે કહ્યું હતું કે ખેડૂતોનું જૂથ (શુક્રવારે) દિલ્હી તરફ કૂચ કરશે. સરકાર શું કરશે તે તેઓએ નક્કી કરવાનું છે. અમે બપોરે 1 વાગ્યે શંભુ બોર્ડથી દિલ્હી તરફ કૂચ શરૂ કરીશું. તેમણે કહ્યું હતું કે જો સરકાર તેમને માર્ચ કાઢવાથી રોકે છે, તો તે ખેડૂતોની "નૈતિક જીત" હશે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
