Video: દિલ્હીના ઝૂમાં વાઘે યુવકને બનાવ્યો શિકાર
નવી દિલ્હી, 23 સપ્ટેમ્બરઃ દિલ્હીના ઝૂમાં એક હૃદય થંભાવી દે તેવી ઘટના બની છે. અહીં એક વાઘે એક યુવકને મારી નાંખ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના બપોરે એક વાગ્યાની આસપાસ બની છે. પ્રવાસી ઝૂ જોવા માટે આવ્યા હતા. એ દરમિયાન 12માં ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ચેતાવણી બોર્ડને નજરઅંદાજ કરીને ડેન્જર ઝોનમાં જતો રહ્યો હતો. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે યુવક વાડ સંખ્યા 8માં જતો રહ્યો.

તેમણે જણાવ્યા અનુસાર ઝૂ વિભાગે આ પ્રકારની ઘટનાથી બચવા માટે ઉપાય કર્યા હોત તો યુવકની જાન બચી શકી હોત. બીજી તરફ ઝૂ વિભાગે કહ્યું કે વાડ સંખ્યા 8ની સામે ચેતાવણી બોર્ડ લગાવવામાં આવ્યું છેકે આ ભાગમાં ન જવું, પરંતુ યુવકે ત્યાં લખેલા સંદેશને નજર અંદાજ કર્યો અને એ ભાગમાં પ્રવેશ કર્યાં જ્યાં જવું જોઇતું નહોતું. મૃતકનું નામ હિમાંશુ જણાવવામાં આવી રહ્યું છે.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/yzmUGaYcpeo" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
