Wayanad Landslides : રાહુલ ગાંધી વાયનાડ પીડિતોની મુલાકાતે પહોંચ્યા, જાણો શું કહ્યું?
Wayanad Landslides : ભારે વરસાદને કારણે કેરળના વાયનાડમાં ભારે તબાહી સર્જાઈ છે. ભુસ્ખલનને કારણે અહીં ઘણા લોકોએ જીવ બચાવ્યો અને હજુ ઘણા લોકો લાપત્તા છે.
વાયનાડમાં ભારે ભૂસ્ખલન બાદ આર્મીની આગેવાની હેઠળના સર્ચ અને બચાવ અભિયાનમાં બુધવાર સુધીમાં 1,000 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

મંગળવારે વહેલી સવારે વાયનાડના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું હતું. આ ઘટનામાં ઓછામાં ઓછા 295 લોકો માર્યા ગયા છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે. અન્ય 240 લોકો લાપત્તા છે.
બચાવ કામગીરી વચ્ચે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પાર્ટીના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાની સાથે કેરળના વાયનાડમાં ચુરામાલા ખાતે ભૂસ્ખલન સ્થળની મુલાકાત લીધી. રાહુલ ગાંધીએ વિસ્તારની સ્થિતિનો તાગ મેળવ્યો અને અસરગ્રસ્તોને મળ્યા. વાયનાડમાં લોકોને મળ્યા બાદ મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે વાયનાડ, કેરળ અને દેશ માટે આ એક ભયાનક દુર્ઘટના છે.
વાયનાડમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, વાયનાડ, કેરળ અને દેશ માટે આ એક ભયંકર દુર્ઘટના છે. અમે અહીં પરિસ્થિતિ જોવા આવ્યા છીએ. એ જોવું દુઃખદાયક છે કે કેટલા લોકોએ તેમના પરિવારના સભ્યો અને તેમના ઘરો ગુમાવ્યા છે. અમે મદદ કરવાનો પ્રયાસ કરીશું અને ખાતરી કરીશું કે બચી ગયેલા લોકોને તેમનો હક મળે, અહીં ડૉક્ટરો અને સ્વયંસેવકો સહિત તમામનો અમે આભાર માનુ છું.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, મારા માટે આ ચોક્કસપણે રાષ્ટ્રીય આપત્તિ છે. હવે જોઈએ કે સરકાર શું કહે છે. મને નથી લાગતું કે આ સમય રાજકીય મુદ્દાઓ પર વાત કરવાનો છે. અહીંના લોકોને મદદની જરૂર છે. સમય છે કે તમામ મદદ મળે, મને અત્યારે રાજકારણમાં રસ નથી












Click it and Unblock the Notifications
