For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરિણામ પહેલા મનિષ સિસોદીયા- પાંચ વર્ષ અમે કામ કર્યું, જીતનો ભરોસો

પરિણામ પહેલા મનિષ સિસોદીયા- પાંચ વર્ષ અમે કામ કર્યું, જીતનો ભરોસો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ ઘોષિત થઈ રહ્યા છે. મુખ્ય મુકાબલો આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે દેખાઈ રહ્યો છે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ કહ્યું કે અમને જીતનો પૂરો ભરોસો છે. અમે ગત પાંચ વર્ષમાં લોકો માટે કામ કર્યાં છે. સિસોદિયાએ જીત માટે પોતાના ઘરે પૂજા અર્ચના પણ કરી હતી.

manish sisodia

મનિષ સિસોદીયાએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક મંત્ર પણ ટ્વીટ કર્યો છે. તેમણે લખ્યું કે,'ॐ असतो मा सद्गमय। तमसो मा ज्योतिर्गमय। मृत्योर्मामृतं गमय।। એટલે કે હે ઈશ્વર! અમને અસત્યથી સત્યની તરફ લઈ જાઓ. અંધકારથી પ્રકાશ તરફ લઈ જાઓ. મૃત્યુથી અમરતાના ભાવ તરફ લઈ જાઓ'

જણાવી દઈએ કે અગાઉ 2015ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 વિધાનસભા સીટ હાંસલ કરી હતી. ભાજપે ત્રણ સીટ હાંસલ કરી હતી. જ્યારે કોંગ્રેસના હાથ એક પણ સીટ નહોતી લાગી. પરંતુ આ વખતે જ્યાં આમ આદમી પાર્ટીનું કહેવું છે કે તેઓ એકવાર ફરી જીત હાંસલ કરશે ત્યારે ભાજપ પણ દાવો કરી રહ્યું છે કે આ વખતે દિલ્હીની સત્તા તેમને મળશે. હવે આખું ચિત્ર 1 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઈ જશે.

Delhi Election Results Live: શરૂઆતી ટ્રેન્ડમાં આમ આદમી પાર્ટી આગળDelhi Election Results Live: શરૂઆતી ટ્રેન્ડમાં આમ આદમી પાર્ટી આગળ

English summary
we have worked for people for 5 year we will definitely win says manish sisodia
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X