For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15 લાખ રૂપિયા આપવાનું વચન ક્યારેય નથી આપ્યુંઃ રાજનાથ સિંહ

15 લાખ રૂપિયા આપવાનું વચન ક્યારેય નથી આપ્યુંઃ રાજનાથ સિંહ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 માટે સત્તાધારી દળ ભાજપે પોતાનો સંકલ્પ પત્ર સોમવારે જાહેર કર્યો હતો. જેને લઈ કોંગ્રેસ સહિત કેટલાય વિપક્ષી દળોએ ભાજપ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસે આરોપ લગાવતા કહ્યું હતું કે ભાજપે પહેલા કરેલા વાયદા વિશે વાત નથી કરી. લોકોને 15 લાખ રૂપિયા આપવાના વચનનું શું થયું. કોંગ્રેસના આ આરોપો પર ગૃહમંત્રી રાજનાથ સિંહનું નિવેદન આપ્યું છે.

ક્યારેય નથી કહ્યું કે 15 લાખ આપશું

ક્યારેય નથી કહ્યું કે 15 લાખ આપશું

ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલ સાક્ષાત્કારમાં રાજનાથ સિંહે કહ્યું કે ભાજપે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ક્યારેય વાયદો નથી કર્યો કે લોકોના બેંક ખાતામાં 15 લાખ રૂપિયા આવશે. રાજનાથ સિંહે કહ્યું, 'બિલકુલ નથી કહ્યું કે 15 લાખ રૂપિયા લોકોના બેંક ખાતામાં જમા કરાવશું, અમે કહ્યું હતું કે કાળાંધન વિરુદ્ધ કાર્યવાહી કરશું અને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમારી સરકારે જ એસઆઈટીની રચના કરી.'

તપાસ એજન્સીઓની રેડ પર શું બોલ્યા રાજનાથ સિંહ

તપાસ એજન્સીઓની રેડ પર શું બોલ્યા રાજનાથ સિંહ

બીજી બાજુ ઈડી અને આવકવેરા વિભાગે પાડેલા દરોડાને લઈ વિપક્ષ પરના આરોપ પર રાજનાથ સિંહે કહ્યું કે તપાસ એજન્સીઓ જે દરોડા પાડી રહી છે તે સ્વતંત્ર છે. આચાર સંહિતા તેમના પર લાગૂ નથી થતી. તેઓ પોતાની સૂચનાને આધારે કાર્યવાહી કરે છે. અમે એમને કઈ રીતે રોકી શકીએ છીએ. માટે સરકારને દોષી ઠહેરાવવી યોગ્ય નથી.

બાલાકોટ એર સ્ટ્રાઈક પર રાજનાથ સિંહે શું કહ્યું?

બાલાકોટ એર સ્ટ્રાઈક પર રાજનાથ સિંહે શું કહ્યું?

તેમણે કહ્યું કે ભારતનો ઈરાદો નાગરિકોને નુકસાન પહોંચાડવો નહોતો. આ ઓપરેશનમાં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાએ બાલાકોટ સ્થિત આતંકી કેમ્પોને નિશાન બનાવ્યા હતા. વાયુસેનાના ફાઈટર વિમાનોએ આતંકી ઠેકાણા પર બોમ્બ દાગ્યા હતા. આ એર સ્ટ્રાઈક પર થઈ રહી રાજનીતિ પર રાજનાથ સિંહે કહ્યું કે લોકતંત્રમાં સરકારને સવાલ પૂછવા અને સબૂત માંગવામાં કોઈ નુકસાન નથી પરંતુ સુરક્ષા બળો પાસેથી સબૂત માંગવું યોગ્ય નથી. લિંચિંગના મામલામાં રાજનાથ સિંહે કહ્યું કે ગૃહ મંત્રી તરીકે હું આશ્વસ્ત કરવા માંગું છું, કોઈએ પણ ભારતમાં અસુરક્ષિત મહેસૂસ કરવાની જરૂર નથી. હિંસામાં લિપ્ત લોકો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

દલિત-મુસ્લિમ એકતા શક્ય નથી, હિંદુઓ માટે માત્ર ભાજપ વિકલ્પઃ યોગી આદિત્યનાથ દલિત-મુસ્લિમ એકતા શક્ય નથી, હિંદુઓ માટે માત્ર ભાજપ વિકલ્પઃ યોગી આદિત્યનાથ

English summary
we never promised to give 15 lakh rupee says rajnath singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X