For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધી અધ્યક્ષ પદ છોડવા ઈચ્છે છે તો વહેલી તકે શોધો વિકલ્પઃ કોંગ્રેસ નેતા

એએનઆઈ સાથે વાત કરવા દરમિયાન ગોગોઈએ કહ્યુ કે પાર્ટીના અધ્યક્ષ માટે વિલંબ કર્યા વિના નવા વિકલ્પની શોધ કરવી જોઈએ.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી કારમી હાર બાદથી પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી અધ્યક્ષ પદ છોડવાની જિદ પર અડેલા છે. પાર્ટી નેતાઓના મનાવવા પર પણ રાહુલ ગાંધી માનવા માટે તૈયાર નથી. રાહુલ ગાંધી કોઈની પણ સાંભળવા તૈયાર નથી.

tarun gogoi

પાર્ટીના વરિષ્ઠ નેતા અને અસમના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈએ રાહુલ ગાંધી વિશે કહ્યુ કે પાર્ટીના નેતા એ જ ઈચ્છે છે કે રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ પદે રહે પરંતુ જો તે પાર્ટીના અધ્યક્ષ પદની જવાબદારી હવે ન સંભાળવા ઈચ્છતા હોય અને પોતાની જિદ પર અડ્યા છે તો તેમણે વહેલી તકે નવો વિકલ્પ ચૂંટવો જોઈએ. એએનઆઈ સાથે વાત કરવા દરમિયાન ગોગોઈએ કહ્યુ કે પાર્ટીના અધ્યક્ષ માટે વિલંબ કર્યા વિના નવા વિકલ્પની શોધ કરવી જોઈએ.

તેમણે કહ્યુ કે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યુ છે કે પાર્ટીના નવા અધ્યક્ષ ગાંધી પરિવારમાંથી નહિ હોય, નહિતર અમે ઈચ્છીએ છે કે સોનિયા ગાંધી એક વાર ફરીથી પાર્ટીના અધ્યક્ષ પદની કમાન સંભાળે. તેમણે કહ્યુ કે સોનિયા ગાંધી સ્વસ્થ નથી પરંતુ પાર્ટીના નેતાઓની ઈચ્છા છે કે તે એક વાર ફરીથી અધ્યક્ષ પદની કમાન સંભાળે.

આ પણ વાંચોઃ રામ રહીમની પેરોલ અરજી પર કુમાર વિશ્વાસનો કટાક્ષ, 'ખેતી નહિ કરે તો...'આ પણ વાંચોઃ રામ રહીમની પેરોલ અરજી પર કુમાર વિશ્વાસનો કટાક્ષ, 'ખેતી નહિ કરે તો...'

English summary
We want Rahul Gandhi to continue as President, if he is insisting then alternative methods have to be found out, it should not be delayed:Tarun Gogoi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X