For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેજ પ્રતાપનો પ્રહાર, કહ્યું- આપણે આત્મનિર્ભર બનવું છે પણ Corona Vaccine રશિયા બનાવશે

તેજ પ્રતાપનો પ્રહાર, કહ્યું- આપણે આત્મનિર્ભર બનવું છે પણ Corona Vaccine રશિયા બનાવશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવના દીકરા અને આરજેડી નેતા તેજ પ્રતાપ યાદવે કોરોના વાયરસની વેક્સીનને લઈ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે પોતાના ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના નારાને નિભાવવાનો ઉલ્લેખ કર્યો. તેજ પ્રતાપે ટ્વીટ કરતા કહ્યું, આપણે આત્મનિર્ભર બનવું છે પરંતુ Corona Vaccine રશિયા બનાવશે. તેમના આ ટ્વીટ પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. પરંતુ મોટાભાગના લોકો તેજ પ્રતાપને આ ટ્વીટ માટે ટ્રોલ કરી રહ્યા છે.

tej pratap

રાજેશ નામના યૂઝરે કહ્યું કે, 'વેક્સીન રશિયાના રાષ્ટ્રપતિએ નહિ બલકે ત્યાંના વૈજ્ઞાનિકોએ બનાવી છે અને આપણે ત્યાં વૈજ્ઞાનિકો પણ રશિ બનાવવાનો જોર પ્રયત્ન કરી રહ્યા છે. મોદીના વિરોધમાં હવે આપણા વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓના અપમાન પર પણ ઉતરી આવ્યા. સાચું કહે છે મારા બિહારી દોસ્ત, તું બિહારનો પપ્પુ છે.'

જ્યારે કેટલાક લોકોએ તેજ પ્રતાપે સલાહ આપી કે ભારતમાં પણ ઘણી કંપનીઓ વેક્સીન બનાવી રહી છે, પહેલા તેમના વિશે ભણી જાણી લો. દિશી નામની યૂઝરે કહ્યું કે, 'જાઈડસ કેડિલા, સીરમ ઈન્સ્ટિટ્યૂટ, બાયોલોજિકલ ઈ, ભારત બાયોટેક, ઈન્ડિયન ઈમ્યુનોલોજિકલ અને મિનવેક્સ ભારતની આ છ કંપનીઓ કોરોના વેક્સીન બનાવવાનું કાર્ય કરી રહી છે, કૃપિયા હોંસલો રાખો તમે ભારતમાં રહો છો...' જેના જવાબમાં સંજુ નામના યુઝરે કહ્યું- આટલી મહેનતથી તમે છ કંપનીના નામ તો લખી નાખ્યા પરંતુ જોઈ તો લો તમે કોને સમજાવી રહ્યા છે. ડીપી જોઈ લેત તો પણ તમારે આટલું ના લખવું પડત.

જણાવી દઈએ કે તેજ પ્રતાપ યાદવ હંમેશા ભાજપ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર નિશાન સાધતા રહે છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ મહામારીના સમયે આત્મનિર્ભર ભારતનું એલાન કર્યું હતું. તેમણે આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ લીધો હતો. જ્યારે રશિયાએ કોરોના વાયરસની પહેલી વેક્સીન બનાવવાનો દાવો કર્યો છે અને કહ્યું કે તેઓ ઓક્ટોબર સુધી બજારમાં ઉતારશે.

English summary
We want to be self-sufficient but russia will make corona vaccine says tej pratap
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X