મોદી પર અમારો વિચાર સાચો સાબિત થયો : નીતિશ કુમાર

nitish kumar
નવી દિલ્હી, 15 જુલાઇ : દરેક નવા નિવેદન બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ચર્ચામાં છવાઇ જાય છે. પુણેમાં રવિવારે કરેલા એક ભાષણ બાદ તેમની પર કોંગી નેતાઓએ ચોતરફી પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે. પરંતુ તેમની સાથે સાથે અન્ય દળોના નેતાઓને પણ મોદી પર જાણે પ્રહાર કરવાની તક મળી ગઇ હોય. ક્યારેક બીજેપીની સહયોગી રહેલી પાર્ટી જેડીયૂ પણ તેમાંથી બાકાત રહી નથી. આ વખતે બિહારના સીએમ નીતિશે મોદીને લઇને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

નીતિશે જણાવ્યું છે કે બે ત્રણ દિવસમાં જે વાતો સામે આવી છે તે અમારી પાર્ટી દ્વારા લેવામાં આવેલા નિર્ણયને યોગ્ય સાબિત કરે છે. જે પ્રકારની ભાષાનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે તેની પાછળ જે અવધારણા છે તેનાથી અમારો વિચાર સ્પષ્ટ થાય છે. અમારા પગલાને સ્પષ્ટ કરે છે. પહેલા તેઓ અમારા પર ગુસ્સે થઇ રહ્યા હતા હવે અમે સાચા સાબિત થયા છીએ.

બોધગયા મંદિર વિસ્ફોટની તપાસ પર નીતિશે જણાવ્યું કે બોધગયામાં સીઆઇએસએફનો બંદોબંસ્ત હોવો જોઇએ. તેનો ખર્ચ રાજ્ય સરકાર વહન કરશે. એનઆઇએની તપાસ ચાલી રહી છે. તેમનો તપાસ રીપોર્ટ આવી જવા દો. એનઆઇએ આ મામલાને ચોક્કસ ઉકેલી નાખશે. જ્યાં સુધી સીઆઇએસએફ નહીં આવે ત્યાં સુધી બિહાર પોલીસનો અત્રે બંદોબસ્ત રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X