બીજેપીમાં મોદીના પ્રમોશન પર ટૂંક સમયમાં જવાબ આપશે જેડીયૂ: નીતિશ કુમાર

તેમણે જણાપ્યું કે પાર્ટીની અંદર આ મુદ્દે વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યો છે અને પાર્ટી ટૂંક સમયમાં આ મુદ્દે નિર્ણય પર પહોંચશે. ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહ સાથેના ફોન પર વાતચીત પર તેમણે કહ્યું કે રાજનાથ સિંહ સાથે તેમની કોઇ વાત નથી થઇ અને નથી તેમને કોઇ ફોન આવ્યો છે.
બિહારમાં મહારાજગંજમાં થયેલી પેટા ચૂંટણીમાં પાર્ટીને મળેલી હાર પર વાત કરતા નીતિશ કુમારે કહ્યું કે બૂથ લેવલ પર થયેલી વોટિંગનો પાર્ટી વિશ્લેષણ કરી રહી છે. તેમણે કહ્યું કે પ્રભુનાથ સિંહે દ્વારા પાર્ટી બદલવા છતા પણ જેડીયૂની મતોની ટકાવારી ઓછી થઇ નથી. તેમણે કહ્યું કે આ સીટ પહેલા પણ જેડીયૂ પાસે ન્હોતી.












Click it and Unblock the Notifications
