For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફડણવીસના નેતૃત્વમાં સરકાર બનવશે, શિવસેનાનું સમર્થન મળશેઃ ગડકરી

ફડણવીસના નેતૃત્વમાં સરકાર બનવશે, શિવસેનાનું સમર્થન મળશેઃ ગડકરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત છે. શિવસેના અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ગઠબંધન પર સહમતિ બનતી દેખાઈ રહી નથી. બંને રાજનૈતિક પાર્ટીઓમાં હવે મુખ્યમંત્રી પદને લઈ ટકરાર સ્પષ્ટ દેખાઈ રહી છે. જો કે આ દરિયાન અહેવાલ મળ્યા કે ભાજપ આજે સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. નીતિન ગડકરીના સીએમ પદને લઈને પણ અટકળો છે. પરંતુ મહારાષ્ટ્રના સીએમ બનવાની અટકળો પર વિરામ લગાવતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ રીતે કહ્યું કે હું દિલ્હીમાં છું, મહારાષ્ટ્રની રાજનીતિમાં આવવાનો કોઈ સવાલ જ નથી ઉઠતો. જ્યાં સુધી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો સવાલ છે તો રાજ્યમાં સરકાર બનવી જોઈએ. આના પર જલદી જ નિર્ણય લેવામાં આવશે. ભાજપ પાસે 105 ધારાસભ્યો છે. ભાજપ તરફથી સ્પષ્ટ છે કે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં જ સરકાર બનવી જોઈએ.

અમને શિવસેનાનું સમર્થન મળશેઃ ગડકરી

અમને શિવસેનાનું સમર્થન મળશેઃ ગડકરી

નીતિન ગડકરીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં સરકારને લઈ આરએસએસ અને મોહન ભાગવતજીને કંઈ જ લેવા દેવા નથી. તેમણે કહ્યું કે અમે શિવસેના સાથે વાતચીત કરી રહ્યા છીએ અને પૂરી ઉમ્મીદ છે કે તેમનું સમર્થન મળશે. જ્યારે બીજી તરફ એવા પણ અહેવાલ આવી રહ્યા છે કે શિવસેનાએ ધારાસભ્યોને સૂચના આપી છે કે તેઓ પરિણામ સ્પષ્ટ હોવાનું કોઈ સાથે વાત ન કરે.

અલ્પમતની સરકાર બનાવવા પર શું બોલ્યા સુધીર મુનંગટીવાર

ભાજપ દ્વારા અલ્પમતની સરકાર બનાવવાના દાવા પર સુધીર મુનંગટીવારે કહ્યું કે- હજુ સુધી અમારો એવો કોઈ પ્લાન નથી. નીતિન ગડકરીના મહારાષ્ટ્રના સીએમ બનાવવાની અટકળો પર સુધીર મુનંગટીવારે કહ્યું કે તેઓ મહારાષ્ટ્રની રાજનીતિમાં નહિ આવે. આ ઉપરાંત સુધીર મુનંગટીવારે એમ પણ દાવો કર્યો કે ભાજપ આજે સરકાર બનાવવાનો દાવો રજૂ નહિ કરે. સરકાર બનાવતા પહેલા ચર્ચા થશે.

શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભાનો અંતિમ દિવસ

જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં 2014માં ગઠિત થયેલ વિધાનસભાનો શનિવારે અંતિમ દિવસ છે, પરંતુ હજુ સુધી નવી સરકાર બનવાને લઈ સવીર સાફ થઈ નથી. શિવસેના ભલે ભાજપને ધમકી આપી રહ્યું હોય કે તેઓ બીજા વિકલ્પ પર વિચાર કરી શકે છે પરંતુ તેમણે હજુ સુધી એકેય દિશામાં પગલું ભર્યું નથી. આ ઉપરાંત ભાજપ પણ અત્યાર સુધી સરકાર બનાવવાને લઈ સંપૂર્ણ રીતે સક્રિય દેખાણી નથી. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાએ સાથે મળી વિધાનસભા ચૂંટણી લડી હતી. 24 ઓક્ટોબરે આવેલ પરિણામમાં કોઈપણ પાર્ટીને બહુમત મળ્યું નહોતું અને ભાજપ 105 સીટ સાથે સૌથી મોટો પક્ષ બનીને ઉભરી આવ્યો હતો, અને શિવસેનાને 56 સીટ મળી હતી. બંને પાર્ટી પાસે સરકાર બનાવવા માટે પર્યાપ્ત ધારાસભ્યો છે પરંતુ બંને દળોમાં આંતરિક સહમતિ નથી બની રહી.

ભાજપ નેતા રાજ્યપાલ સાથે મુલાકાત કરીને રજૂ કરશે સરકાર બનાવવાનો દાવોભાજપ નેતા રાજ્યપાલ સાથે મુલાકાત કરીને રજૂ કરશે સરકાર બનાવવાનો દાવો

English summary
we will form government with support of shiv sena and devendra fadanvis will be cm says nitin gadkari
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X