ફરી ગરમાયો રામ મંદિરનો મુદ્દો, હવે ઉદ્ધવ ઠાકરે અયોધ્યા જશે
ફરી ગરમાયો રામ મંદિરનો મુદ્દો, હવે ઉદ્ધવ ઠાકરે અયોધ્યા જશે
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને નવી સરકાર પણ પોતાના કામકાજમાં લાગી ગઈ છે. પરંતુ અયોધ્યા આજે પણ ચર્ચામાં છે. હવે અહેવાલ મળી રહ્યા છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પોતાની પાર્ટીના તમામ 18 સાંસદો સાથે 16 જૂને અયોધ્યા પહોંચશે. જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી પરિણામ સામે આવ્યા બાદ શિવસેના પ્રમુખનો આ પહેલો પ્રવાસ છે. નવેમ્બરમાં કરેલ પોતાના પ્રવાસમાં તેમણે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે આખો દેશ ઈંતેજાર કરી રહ્યો છે કે રામ મંદિરનું નિર્માણ ક્યારે થશે. અમે ક્યાર સુધી ઈંતેજાર કરતા રહીશું. પરંતુ હવે કેન્દ્રમાં ફરી એકવાર ભાજપની સરકાર આવી ગઈ છે અને પહેલાથી વધુ મજબૂત પણ છે.

જણાવી દઈએ કે શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે જો આ વખતે પણ રામ મંદિરનું વચન પૂરું ન કર્યું તો જનતા જૂતાં મારશે. તેમણે કહ્યું કે 2014માં અમે રામ મંદિરના નિર્માણનો વાયદો કર્યો હતો પરંતુ તે પૂરો ન કરી શક્યા. હાલની ચૂંટણી પણ રામના નામ પર લડવામાં આવી. સંજય રાઉતે કહ્યું કે મને લાગે છે કે આ વખતે રામ મંદિરનું નિર્માણકાર્ય શરૂ થઈ જશે કેમ કે જો અમે એવું નહિ કરીએ દેશ અમારા પર ભરોસો છોડી દેશે.
લોકસભા ચૂંટણી પહેલા પણ અયોધ્યા પહોંચ્યા હતા ઉદ્ધવ ઠાકરે
જણાવી દઈએ કે આવું પહેલીવાર નથી જ્યારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અયોધ્યા જનાર છે. લોકસભા ચૂંટણી પહેલા પણ તેમણે અયોધ્યાનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે જો સરકાર રામ મંદિર માટે અધ્યાદેશ લઈ આવે છે તો તેનો સહયોગ કરશે. પોતાની પાછલી યાત્રામાં તેમણે અયોધ્યા જઈ રામ મંદિરના દર્શન કર્યાં હતાં. ઠાકરેએ ભાજપની આલોચના કરતા કહ્યું હતું કે ચૂંટણીના સમયે પણ સરકાર આના પ્રયાસ નથી કરી રહી. પરંતુ ઉદ્ધવે જ્યારે આ પ્રવાસ કર્યો હતો ત્યારે ભાજપ અને શિવસેના વચ્ચે કેટલાક મતભેદ ચાલી રહ્યા હતા. પરંતુ તે બાદ પાર્ટી અધ્યક્ષોએ સીટ વહેંચણી પર સહમતિ બનાવી હતી અને ચૂંટણી મેદાનમાં સાથે ઉતર્યા.












Click it and Unblock the Notifications
