1900 નહી, 3000 ગામો સુધી વીજળી પહોંચાડીશુંઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુ્ક્રવારે કરેલી જાહેરાત મુજબ આગામી 100 દિવસમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશના 3000 જેટલા ગામો સુધી વીજળી પહોંચાડવામાં આવશે. હિન્દુસ્તાન ટાઇમ્સ લિડરશીપ સમિટ 2015ના ઉદ્ઘાટન સમારોહમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, "1900 ગામોને વીજળી પહોંચાડવાના ટાર્ગેટના બદલે આગામી 100 દિવસોમાં અમે 3000થી પણ વધારે ગામોને ઝગમગતું કરી દેશું."

modi

ઉલ્લેખનીય છે કે દેશને આઝાદી મળ્યાના 70 વર્ષ બાદ પણ દેશના 18000થી પણ વધારે એવાં ગામો છે, જ્યાં હજુ સુધી વીજળી કે રસ્તાઓ જેવી સુવિધાઓ નથી પહોંચી. ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, કોર ઇન્ડસ્ટ્રી પ્રોજેક્ટ્સના કોલસો અને વીજળી સહિતના સ્થગિત થયેલાં કાર્યો શરૂ કરી દેવામાં આવ્યાં છે, અને જેના કારણે ભારત વાર્ષિક 8.5 ટકા પાવર જનરેશન ક્ષમતા ધરાવતો દેશ બન્યો છે.

અહ્યાં જણાવવું જોઇએં કે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ખોબા સહિતના અનેક ગામો એવાં છે જ્યાં વીજળીના નામે તણખલું પણ નથી. તેવામાં આવા વિસ્તારોને પણ ભવિષ્યમાં 24 કલાક વીજળીની સહાયતા મળી રહે તેવી શક્યતા જણાઇ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X