તેલંગાણા મુદ્દે ટૂંક સમયમાં લેવાશે નિર્ણય : દિગ્વિજય

તેમને એવું પૂછાયું કે લાંબા સમયથી લંબિત આ મુદ્દા પર નિર્ણય કેટલી જલ્દી જાહેર થઇ શકે છે, તેમણે જણાવ્યું કે કેટલીવાર સમયસીમા આપવામાં આવી. હું સમય મર્યાદા આપવા માગીશ નહીં પરંતુ આપને એ બતાવી શકું છું કે આ પ્રક્રિયા અંતિમ ચરણમાં છે.
તેમણે જણાવ્યું કે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. કિરણ કુમાર રેડ્ડી, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બી સત્યનારાયણ અને ઉપ મુખ્યમંત્રી દામોદર રાજનરસિમ્હાથી 'બંને વિકલ્પ ખુલા' રાખતા એક રૂપરેખા આપવાનું જણાવ્યું છે, જેનાથી દાયકા જૂના અલગ રાજ્ય મુદ્દા અંગેના નિર્ણયમાં મદદ મળી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે આજે અત્રે હૈદરાબાદ કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. બેઠકબાદ તેમણે પત્રકારોને હૈદરાબાદના જ્વલંત પ્રશ્ન અલગ રાજ્યની માંગ અંગે પૂછાતા તેમણે છટકબારીભર્યા જવાબ આપ્યા હતા.












Click it and Unblock the Notifications
