Weather Alert: દેશના આ 3 રાજ્યોમાં 14 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના, જાણો
ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે યુપી અને બિહારમાં 14 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે.
નવી દિલ્લીઃ દેશના અમુક રાજ્યોમાં ભારે વરસાદે કહેર વરસાવ્યો છે ત્યારે ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે યુપી અને બિહારમાં 14 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે. આઈએમડીના જણાવ્યા મુજબ બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાના અણસાર છે. વિભાગે અહીં લોકોને સાવચેત રહેવાની ચેતવણી જાહેર કરી છે. વળી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, તમિલનાડુ, કેરળ સહિત મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાં 15 ઓગસ્ટ સુધી હળવો વરસાદ થઈ શકે છે.

દિલ્લીમાં 15 ઓગસ્ટ સુધી હળવા વરસાદનુ અનુમાન
દિલ્લીમાં 15 ઓગસ્ટ સુધી હળવો વરસાદ થવાનુ અનુમાન છે. જો કે દિલ્લી હાલમાં ભેજ સામે ઝઝૂમી રહ્યુ છે પરંતુ આગલા 2-3 દિવસ હળવો વરસાદ અહીં જોવા મળી શકે છે. વળી, આવનારા 3 દિવસની અંદર એમપી અને પૂર્વોત્તરના રાજ્યોમાં પણ જોરદાર વરસાદ થવાના અણસાર છે માટે હવામાન વિભાગે અહીં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

ઉત્તરાખંડમાં ભારે વરસાદના અણસાર
આવતા 24 કલાક દરમિયાન ઉત્તરાખંડમાં ભારે વરસાદના અણસાર છે. અહીં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. વળી, હિમાચલ પ્રદેશમાં પણ 15 ઓગસ્ટ સુધી વરસાદ ચાલુ રહેશે. વળી, ક્યાંક ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. સ્કાઈમેટે કહ્યુ છે કે આવતા 24 કલાક દરમિયાન તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાના, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, યુપી, ઝારખંડ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયણા, જમ્મુ કાશ્મીર, રાજસ્થાનમાં જોરદાર વરસાદ થઈ શકે છે.

ભારે વરસાદના અણસાર
મધ્ય પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત અને અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, તેલંગાના, મહારાષ્ટ્રના અમુક બાગોમાં હળવાથી મધ્યમ વરસાદના અણસાર છે અને કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદના અણસાર દેખાઈ રહ્યા છે.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
